અવનવું

                                       આજે ફાગણ વદ તેરસ

 

આજનો સુવિચાર:- વ્યક્તિની ભાષા તેના આચાર વિચારનો આયનો છે.

હેલ્થ ટીપ:- સાંધાના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી આઠથી દસ વખત પીવું.

                                               અવનવું

 

• અમેરિકામાં થયેલા સંશોધન દ્વારા સાબિત થયેલું છે કે ચાઈનીઝ પદાર્થોમાં અન્ય કોઈપણ પદાર્થો કરતાં સોડિયમનું પ્રમાણ 40% વધારે હોય છે અને કેલેરીનું પ્રમાણ અન્ય કોઈપણ ખોરાક કરતા ઓછું હોય છે એટલે વ્યક્તિને જેટલી કેલેરીની જરૂરત હોય છે તેના કરતાં અડધી મેળવી શકે છે. આમ ચાઈનીઝ ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

• ધૂમ્રપાનથી હાર્ટએટેક આવી શકે છે. લોકો માને છે કે ધૂમ્રપાન કરવાથી ચિંતા ઘટે છે પરંતુ હૃદય પર તેનો ભાર વધતો જાય છે. જો તે પ્રત્યે ધ્યાન ન આપવામાં આવે તો લાંબા ગાળે ગંભીર બિમારીનો શિકાર બની શકે છે તેમજ કૅંસર થવાની શક્યતા વધે છે.

• ઠંડી છાશ પચવામાં હલકી અને પિત્તનાશક તથા કફ વધારનારી હોય છે પણ તેમાં મીઠું ભેળવી પીવાથી પાચક બને છે. સ્વાસ્થ્ય અને પાચનશક્તિ વધારવા માટે દહીં કરતા છશ વધારે ગુણકારી છે. ઉનાળામાં ગરમી બચવા,ઉદર રોગ, કુષ્ઠ રોગ, બળતરા તથા ક્ષય રોગમાં લાભદાયક છે.

પક્ષીઓ ગીત કેમ ગાય છે?

પક્ષીઓની ભાષા નથી હોતી છતાં યે તેમનો કલરવ આપણને તેમનો અવાજ મધુર, તાલબદ્ધ અને લયબદ્ધ લાગે છે. આમ તો પક્ષીઓ એકબીજાને પ્રેમનો કે ભયનો સંદેશો આપવા અવાજ કરે છે તો કેટલાક પક્ષીઓ ગુસ્સે કે ભયભીત થાય છે ત્યારે અવાજ કરે છે કે નર – માદા એકબીજાને આકર્ષવા ગીત ગાય છે. જીવવિજ્ઞાન કાંઈ જુદુ જ કારણ બતાવે છે. પક્ષીઓની કંઠનળી અને શ્વાસનળી વચ્ચે પડદો હોતો નથી. તે દાણા ચણે છે ત્યારે ખોરાકના રજકણો શ્વાસનળીમાં જમા થાય છે. આ રજક્ણોનું પ્રમાણ વધી જાય છે ત્યારે તેને સાફ કરવી પડે છે. શ્વાસનળીમાંથી રજકણો દૂર કરવા માટે તે ફેફસાની હવા બહાર ધકેલે છે અને તેને કારણે અવાજ થાય છે. નિરીક્ષણ કરવામાં આવે તો ગીત ગાતાં પક્ષીઓની ચાંચમાંથી રજકણો ઉડીને બહાર ફેંકાતા જોશો. આ ક્રિયાથી તેમનું વધુ પડતું ચણત પણ રોકાઈ જાય છે.

ખરતા તારા શું છે?

ક્યારેક રાત્રિ દરમિયાન આકાશમાંથી પૃથ્વી તરફ તેજ લિસોટા જોવા મળે છે. લોકો તેને ખરતા તારા કહે છે. હકીકતમાં આ ખરતા તારા નથી હોતા પરંતુ એ ઉલ્કામાંથી છુટા પડેલા અવશેષો છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેજ લિસોટા સમાન દ્રશ્યમાન થાય છે જે સળગતી સ્થિતિમાં પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશે છે. ક્યારેક અસંખ્ય લિસોટા જોવા મળે છે. કેટલાંક ભાગમાં નિયમિત રૂપે ઉલ્કા વર્ષા જોવા મળે છે.

• દરિયાનાં પેટાળમાં રહેતા ઑક્ટોપસ દુશ્મનોથી બચવા કાળા રંગની પિચકારી છોડે છે. તેના પેટમાં કાળારંગના પ્રવાહીની થેલી હોય છે. જ્યારે તે પિચકારી છોડે છે ત્યારે દૂર દૂર સુધી પાણી કાળું થાય છે અને એનો લાભ ઊઠાવતા તે ઝડપથી ભાગી દુશ્મનથી બચી પોતાનું રક્ષણ કરે છે.

• હાથીનાં શરીરમાં સ્વેદગ્રંથિ નથી હોતી તેથી તે પોતાની સૂંઠ દ્વારા પાણી ભરીને અવારનવાર પોતાના શરીર પર છંટકાવ કરી પોતાનું શરીર ઠંડુ રાખે છે.

• દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર એટલી બધી ધૂળ ઊડાડે છે કે શિકારનો ભોગ બનનાર પ્રાણી કશું જોઈ ન શકવાથી દીપડાનો ભોગ બની જાય છે.

 

                                                ૐ નમઃ શિવાય

6 comments on “અવનવું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s