આજે વૈશાખ સુદ ચોથ
આજનો સુવિચાર:- નિશ્ચયમાં જ સાચામાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે. – નેપોલિયન
હેલ્થ ટીપ:- ગરદન પર પપૈયું દસ મિનિટ સુધી રગડવાથી ગરદન નિખરી ઉઠશે.
[મુંબઈ સ્થિત શ્રીમતી રત્નાબેન કડકિયાએ આ વાનગી લખીને મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

રસની બરફી
સામગ્રી:-
1] 1 વાડકી ગાળ્યા વગરનો આફૂસનો રસ
2] 1 વાડકી સાકર [¾ વાડકી આખી સાકર + ¼ વાડકી દળેલી સાકર]
3] 1 ચમચો ઘી
4] ચાંદીનો વરખ
રીત:-
1] રસમાં ¾ વાડકી આખી સાકર ભેળવી પાંચ મિનિટ રહેવા દો..
2] ટેફ્લોન કૉટેડ અથવા જાડા તળિયાવાળા વાસણમાં એક ચમચો ઘી મૂકી તેમાં સાકર ભેળવેલો રસ ધીમે તાપે ઉકાળવા મૂકો. તેને હલાવતા રહેવું.
3] ગોળી વળે ત્યાં સુધી ઉકાળતા રહેવું. ત્યારબાદ ઉકળેલા રસને ઉતારીને તેમાં ¼ વાડકી દળેલી સાકર ભેળવવી.
4] આ મિશ્રણને થાળીમાં ઠારી દો
5] રસને ઠારતા જ તેની પર વરખ લગાડી લો.
6] રસની બરફીનાં કાપા પાડી રાખો
7] ઠંડી પડતાં તેને કાઢી લો.
*****************************************************
રસનાં દડવા
સામગ્રી:-
1] 1 પાયરી કેરીનો રસ ગોટલા સાથે [વધારે ગોટલા લઈ શકો છો]
2] 2 વાડકી રસ
3] જોઈતા પ્રમાણમાં મીઠું, મરચું,ગોળ, ધાણાજીરું, હળદર
4] વઘાર માટે 1 ચમચી તેલ
5] 1 ચમચી મેથી અને રાઈ
6] ચપટી હિંગ
રીત:-
એક તપેલીમાં રસ ગોટલા સાથે ધીમા તાપે ઉકાળવા મૂકો. તેમાં થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું અને ગોળ ઉમેરો. તેમાં તેલ, રાઈ, મેથી, હિંગનો વઘાર કરો. જાડું થતાં ઉતારી લો. આ દડવા ‘બે પડી’ રોટલી સાથે ખાવાની મઝા કાંઈ ઑર આવશે.
**************************************************************

કાચી કેરીનું શાક
સામગ્રી:-
1] 250 ગ્રામ કાચી કેરીના છાલ ઉતાર્યા વગરના કટકા
2] જોઈતા પ્રમાણમાં મીઠું મરચું, હળદર, ધાણાજીરું,
3] 250 ગ્રામ ગોળ [કદાચ વધારે પણ જોઈએ કેરી કેટલી ખાટી છે તેના પર આધાર રાખે છે]
4] 1 મોટો ચમચો તેલ
5] 1 ચમચી મેથી અને ચપટી હિંગ
રીત:-
એક તપેલીમાં તેલ મૂકી મેથી હિંગનો વઘાર મૂકવો. તેમાં કાચી કેરીનાં કટકા વઘારવા. તેમાં થોડું પાણી ઉમેરી તેમાં બધો મસાલો નાખી ધીમા તાપે ચઢવા દો. તેમાં ગોળ ઉમેરો. આ શાકમાં ગોળ આગળ પડતો હોવો જોઈએ. કેરીના કટકા ચઢી જાય ત્યાર બાદ ઠંડું પડે તેને બોટલમાં ભરી દો.. આ શાક લાંબો સમય સારું રહેવાથી તેનો ઉપ્યોગ પીકનિક કે પ્રવાસમાં અથાણાની ગરજ સારે છે.
ૐ નમઃ શિવાય
Like this:
Like Loading...