બળબળતો વાયરો

                                   આજે ચૈત્ર વદ બારસ

આજનો સુવિચાર:- કામ પૂર્ણ કરી છોડવું એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે.

હેલ્થ ટીપ:- ઉનાળાની ગરમીથી બચવા એક ગ્લાસ દૂધમાં બે ચમચી ગુલકંદ નાખી પીઓ.


[મુંબઈ સ્થિત શ્રી કિશોરભાઈ કણિયાએ એમની આ રચના મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

heat1

બળબળતો વાયરો

વૈશાખી વાયરામાં વરસંતી અગનથી
સળગી ઉઠી છે ચારે દિશા
બળબળતી બપ્પોરે બાષ્પીભવન થઈ જાતી
પ્યાસી ધરાની આશા

હથેળીને ઓછાયે ખેડુ તાકે ગગન
એની આંખ્યુંમાં ભમ્મરીયા કુવા
જઠરાગ્નિ પ્રગટેલા તીવ્ર છે અહીં
સાવ ટાઢાબોળ ઘરના ચુલા
ક્વચિત દેખાતી કાળી વાદળીને તાંતણે
બંધાયેલ એની જિજીવિષા
વૈશાખી વાયરામાં વરસંતી અગનથી
સળગી ઉથી છે ચારે દિશા

મલક સુક્કો ભઠ્ઠ, નદીના કોરા પટ
વૃક્ષો પાન વગર દીસે ઠુંઠા
કારમા દુકાળે માનવીના લીલાછમ હૈયા
પણ થઈ ગ્યા સાવ સુકા
ઓણ સાલ વરસાદ ભરપેટ આવશે
એવા ઠાલા દેતો દિલાસા
વૈશખી વાયરામાં વરસંતી અગનથી
સળગી ઉઠી છે ચારે દિશા

                                               ૐ નમઃ શિવાય