પ્રતિબિંબ : લઘુકથા

                  આજે વૈશાખ સુદ પૂનમ [બુદ્ધ પૂર્ણિમા, ટાગોર જયંતી]

 

આજનો સુવિચાર :- મહાપુરુષનું જીવન વ્યર્થ નથી. વિશ્વનો ઈતિહાસ એ બીજું કંઈ નહીં, પણ મહાપુરુષોની આત્મકથા છે. – થોમસ કાર્લાઈવ

હેલ્થ ટીપ:- એક ચમચો આમળાનું તેલ, એક ચમચો ઑલિવ ઑઈલ, એક ચમચો સરસવનું તેલ, એક ચમચો કોપરેલ તેલ ભેળવી હુંફાળું ગરમ કરી વાળમાં પાંથીએ પાંથીએ રૂનાં પૂમડાથી લગાડવું અને આંગળીના ટેરવે માલિશ કરવાથી વાળ ઘાટ્ટા થશે.

 

junk_side_view_mirror_in_street[1]

                પ્રતિબિંબ : લઘુકથા

મેં અરીસામાં જોયું. મારું પ્રતિબિંબ ધૂંધળું દેખાયુ !
અરે! આમ કેમ1 અરીસો તો નવો છે! છતાં
મેં સ્વચ્છ રૂમાલથી અરીસો લૂછ્યો અને પાછું
જોયું અરીસામાં. તો પણ મારૂં પ્રતિબિંબ તો ધૂંધળું
જ દેખાયું ! હાય ! હાય ! આ તે શું ! હું છળી ઊઠ્યો.
પછી મેં મારા ચહેરાને લૂછ્યો અને પાછું અરીસામાં
જોયું. મારા આશ્ચર્ય વચ્ચે મારૂં પ્રતિબિંબ તો હજુયે
ધૂંધળું જ રહ્યું ! હે ભગવાન ! શું મારી આંખે ઝાંખપ
હશે ? મેં પાણીની છાલક મારીને આંખો ધોઈ અને
મારો ચહેરો જોયો. ઓહ ! પ્રતિબિંબ તો યથાવત
ધૂંધળું જ દેખાયું ! અરેરે ! આવું કેમ થાય છે ?
અરીસામાંનું ધૂંધળું પ્રતિબિંબ બોલ્યું :
તેં કોઈના આંસુ લૂછ્યાં ?……….

શ્રી મદનકુમાર અંજારિયા – ‘ખ્વાબ’

 

                                      ૐ નમઃ શિવાય