લેવા શિવ ચરણે વિશ્રામ મારે જાવું તીરથ ધામ

                          આજે જેઠ સુદ પુનમ [વડ સાવિત્રી]

આજનો સુવિચાર:- શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઈચ્છાશક્તિથી મળે છે. — ગાંધીજી

 

”]કૈલાસ  [2007] સ્વર:- નારાયણ સ્વામી

લેવા શિવ ચરણે વિશ્રામ [2]
મારે જાવું તીરથ ધામ [2]

કાશીમાં કાયાનું કલ્યાણ થાતું
થાતું ધાર્યું કામ
અમરનાથની અમર કહાની [2]
અમર રાખે નામ
મારે જાવું તીરથ ધામ

પ્રગટ પરચા રામેશ્વર
ધરવાનું છે ધામ
કેદારનાથ તો કમાલ કરતા [2]
પાડે તું ભક્તનામ
મારે જાવું તીરથ ધામ

ભવેશ્વર દાદો ભવપાર પાડે
જુનાગઢને ધામ
ભીડભંજન ભીમનાથ સભારી
પૂરે હૈયાની હામ
મારે જાવું તીરથધામ

સોમનાથમાં સનમુખ જોયા
કૈલાસમાં છે મુકામ
કાશી ગયામાં દરશન કરી લે [2]
અંતરના આરામ
મારે જાવું તીરથધામ

લેવા શિવ ચરણે વિશ્રામ
મારે જાવું તીરથધામ

ગીત ગુંજ પર આ ભજન સાંભળી શકશો.

નોંધ:- હું 11મી જુનના દિવસે કૈલાસ યાત્રા જવાની છું તેથી હવે પછીનાં લખાણો જુલાઈમાં પ્રગટ કરીશ.

              

                                                  ૐ નમઃ શિવાય

ભગવાન વિષ્ણુના નામ

                 આજે જેઠ સુદ દસમ [ગંગાવતરણ, ગંગાદશહરા સમાપ્ત]

 

આજનો સુવિચાર:-વિચારશૂન્યતા આજના યુગની સામાજિક આપત્તિ છે. – જોન રસ્કિન

હેલ્થ ટીપ:- નખને કાપતા પૂર્વે થોડીવાર હુંફાળા પાણીમાં ડૂબાડી રાખવા જેથી સરળતાપૂર્વક કપાશે.

Lord_Vishnu[1]

ભગવાન વિષ્ણુનાં પંચાવન નામ

1] પુષ્કરમાં પુંડરિકાક્ષ
2] ગયામાં ગદાધર
3] ચિત્રકૂટમાં રાઘવ
4] પ્રભાસમાં દૈત્યસૂદન
5] જયંતીમાં જય
6] હસ્તિનાપુરમાં જયંત
7] વર્ધમાનમાં વારાહ
8] કાશ્મીરમાં ચક્રપાણિ
9] કુબ્જાભમાં જનાર્દન
10] મથુરામાં કેશવદેવ
11] કુબ્જામ્રકમાં હૃષીકેશ
12] ગંગાદ્વારમાં જટાધર
13] શાલગ્રામમાંમહાયોગ
14] ગોવર્ધન ગિરિવર હરિ
15] પિંડારકમાં ચતુર્બાહુ
16] શંખોધ્ધારમાં શંખી
17] કુરૂક્ષેત્રમાં વામન
18] યમુનામાં ત્રિવિક્રમ
19] શોણતીર્થમાં વિશ્વેશ્વર
20] પૂર્વસાગરમાં કપિલ
21] મહાસાગરમાં વિષ્ણુ
22] ગંગાસાગર સંગમમાં વનમાળી
23] કિષ્કિન્ધામાં રૈવતકદેવ
24] કાશીતટમાં મહાયોગ
25] વિરજામાં રિપુંજય
26] વિશાખયુપમાં અજિત
27] નેપાલમાં લોકભવન
28] દ્વરિકામાં શ્રીકૃષ્ણ
29] મંદરાચયમાં મધુસુદન
30] લોકાકુલમાં રિપુહર
31] શાલગ્રામમાં હરિ
32] પુરૂષવટમાં પુરૂષ
33] વિમલતીર્થમાં જગતપ્રભુ
34] સૈન્ધપારણ્યમાં અનંત
35] દંડકારણ્યમાં સારંગધર
36] ઉત્પલાવર્તકમાં શૌરિ
37] નર્મદામાં શ્રીપતિ
38] રૈવતકગિરિ પર દામોદર
39] નંદામાં જળશાયી
40] સિંધુસાગરમાં ગોપીશ્વર
41] મહેન્દ્રતીર્થમાં અચ્યુત
42] સહ્યાદ્રિ પર દેવદેવેશ્વર
43] માગધવનમાં વૈકુટ
44] વિન્ધ્યગિરિ પર સર્વપાપહારિ
45] ઔણ્ડમાં પુરૂષોત્તમ
46] હૃદયમાં આત્મા
47] વટવૃક્ષ પર કુબેર
48] પર્વત પર શ્રીરામ
49] દરેક ચાર રસ્તા પર શિવ
50] ધરતી અને આકાશમાં નરક
51] વશિષ્ટ તીર્થમાં ગરૂડધ્વજ
52] સર્વત્ર ભગવાન વિષ્ણુ
53] કાંકરોળીમાં શ્રીનાથજી
54] ઉત્તર ગુજરાતમાં શામળાજી
55] ડાકોરમાં રણછોડરાય

— સંકલિત

                                              ૐ નમઃ શિવાય