લેવા શિવ ચરણે વિશ્રામ મારે જાવું તીરથ ધામ

                          આજે જેઠ સુદ પુનમ [વડ સાવિત્રી]

આજનો સુવિચાર:- શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઈચ્છાશક્તિથી મળે છે. — ગાંધીજી

 

”]કૈલાસ  [2007] સ્વર:- નારાયણ સ્વામી

લેવા શિવ ચરણે વિશ્રામ [2]
મારે જાવું તીરથ ધામ [2]

કાશીમાં કાયાનું કલ્યાણ થાતું
થાતું ધાર્યું કામ
અમરનાથની અમર કહાની [2]
અમર રાખે નામ
મારે જાવું તીરથ ધામ

પ્રગટ પરચા રામેશ્વર
ધરવાનું છે ધામ
કેદારનાથ તો કમાલ કરતા [2]
પાડે તું ભક્તનામ
મારે જાવું તીરથ ધામ

ભવેશ્વર દાદો ભવપાર પાડે
જુનાગઢને ધામ
ભીડભંજન ભીમનાથ સભારી
પૂરે હૈયાની હામ
મારે જાવું તીરથધામ

સોમનાથમાં સનમુખ જોયા
કૈલાસમાં છે મુકામ
કાશી ગયામાં દરશન કરી લે [2]
અંતરના આરામ
મારે જાવું તીરથધામ

લેવા શિવ ચરણે વિશ્રામ
મારે જાવું તીરથધામ

ગીત ગુંજ પર આ ભજન સાંભળી શકશો.

નોંધ:- હું 11મી જુનના દિવસે કૈલાસ યાત્રા જવાની છું તેથી હવે પછીનાં લખાણો જુલાઈમાં પ્રગટ કરીશ.

              

                                                  ૐ નમઃ શિવાય