આજે શ્રાવણ સુદ નોમ
આજનો સુવિચાર :- ભોજનમાં ભક્તિ ભળે ત્યારે પ્રસાદી બને
શબ્દોમાં ભક્તિ ભળે ત્યારે પ્રાર્થના બને.
આજનો સુવિચાર :- ઘણી બધી અને મોટી ભૂલ કર્યા વિના કોઈ માણસ મહાન થઈ શકતો નથી –ગ્લેડ્સ્ટન
આજનો સુવિચાર :- મહાપુરુષનું જીવન વ્યર્થ નથી. વિશ્વનો ઈતિહાસ એ બીજું કંઈ નહીં, પણ મહાપુરુષોની આત્મકથા છે. – થોમસ કાર્લાઈવ
આજનો સુવિચાર :- અત્યંત તીવ્ર કષ્ટ પડે, એ સમયે આપણે ધૈર્ય ધરવું જોઈએ. – પ્રણવાનંદજી
આજનો સુવિચાર :- જ્યારે બુદ્ધિમાં ચંચળતા ન હોય ત્યારે જ ધ્યાન લાગી જાય છે. મનને વશીભૂત કરવું એ જ ધ્યાન. – પ્રણવાનંદજી
આજનો સુવિચાર:- જીવન આપણે ધારીએ છીએ એટલું દુઃખમય નથી, પણ આપણે ધારીએ એટલું એને સુખમય જરૂરથી બનાવી શકીએ. — પ્રણવાનંદજી
આજનો સુવિચાર:- વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાઓ અને જ્ઞાનમાં વૃદ્ધ બનો. — પ્રણવાનંદજી
આજનો સુવિચાર:- પાપી પર ઘૃણા ન રાખો, તેનાં પાપ પર ઘૃણા રાખો, કારણ તમે પણ પૂર્ણ નિષ્પાપ તો નહીં જ હો. — મહાવીર સ્વામી
આજનો સુવિચાર:- સંસારમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી મળે છે. – પ્રેમચંદ
આજનો સુવિચાર:- થોડાંક સુખના ત્યાગથી વધુ સુખની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્ય થોડુંક સુખ જતું કરે છે. – ધમ્મપદ
આજનો સુવિચાર:-વિચારશૂન્યતા આજના યુગની સામાજિક આપત્તિ છે. – જોન રસ્કિન
આજનો સુવિચાર:- શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઈચ્છાશક્તિથી મળે છે. — ગાંધીજી
આજનો સુવિચારઃ– સુખનુ નિર્માણ કરવા દુઃખનુ નિર્વાણ આવશ્યક છે.
આજનો સુવિચારઃ– આપણા વર્તમાન પર આપણું ભવિષ્ય નિર્ભર છે.
આજનો સુવિચાર:- મિત્રતા એ હૃદય વંદાવનનું અમૃત ફળ છે.
આજનો સુવિચારઃ-સંબંધો અને સંજોગો ૠતુ જેવા હોય છે…તે બદલાતા જ રહે છે.
ૐ નમઃ શિવાય