વ્યહવાર છે

                                 આજે અષાઢ વદ પાંચમ

[યુ.એસ.એ. સ્થિત શ્રેએ રમેશભાઈ પટેલે સ્વરચિત મોકલાવેલ આ કૃતિ બદલ મેઘધનુષ આભારી છે.]

વ્યવહાર છે

રમાડો જો તલવાર તો સદા ઘાવ છે
તણખતા વેરઝેરના એ વ્યવહાર છે
શાખાએ જો ખીલે પુષ્પ તો મહા પ્યાર છે
મહેંકતી મધુરપના એ વ્યવહાર છે
ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે
મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે
છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે
કરુણા ભર્યા જો ભાવ માનવ ઉર છે’
આકાશદીપ’ એજ તીર્થંકરના વ્યવહાર છે

ૐ નમઃ શિવાય

6 comments on “વ્યહવાર છે

  1. પ્રકૃતિ અને સંસાર અજબ વ્યવહારના બંધને

    રમેછે ઘૂમેછે.ગઝલ સદૃશનો વિષય ,સહજ રીતે

    ગહન ચીંતનમાં દોરી જાય છે.

    આવા કવન જ માનવ જાતને ઊંચી ગરીમા

    આપેછે.સુંદર મનનીય વાત માટે બે શબ્દ

    લખવા મન લલચાયું.અભિનંદન.

    સ્વેતા પટેલ

    Like

  2. અંતરનાં આશિર્વાદ ને, સાચા હૃદયથી નતમસ્તકે નમન

    છે અષાઢી પૂનમ ને પુનિત ગુરુ ચરણ
    પરખ પ્રભુની એ આતમનો વ્યવહાર છે
    Excellent.

    Paresh Patel

    Like

  3. ચાંદ છે તો ચાંદનીના સરપાવ છે
    કેવા શીતળ પ્રકૃતિના આ વ્યવહાર છે
    મેઘ છે તો સદા ભીંના ઉપહાર છે
    મા ધરતીના કેવા લીલુડા વ્યવહાર છે

    સુંદર મનનીય

    Hetal and Hardik Patel

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s