ગાજ્યાં ગગન

                                    આજે શ્રાવણ સુદ ચોથ

 

આજનો સુવિચારઃ-સંબંધો અને સંજોગો ૠતુ જેવા હોય છે…તે બદલાતા જ રહે છે.

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલ, જે ‘આકાશદીપ’ના હુલામણા નામે ઓળખાય છે, તેમણે પોતાની આ વરસાદી રચના મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

017[1]

ગાજ્યાં ગગન

ગગને ગાજ્યો મેઘો ઘનઘોર , લહેરાયું યૌવન અંગ અંગ
ઢળતી રે સાંજે નીતરતા અંગે, નેણલાં શોધતાં સાજનનો સંગ

શીતલ સમીર કંપાવે દિલડું ને જોશે ઝીલું ઝરમરીયો મેહ
નાજુક નમણી નારી હું રુપાળી , નયનોમાં ઊભરે છે નેહ

ઝરુખે ઊભી થાકી લજવાતી , વરસાદની છાંટે હું છંટાતી
અટૂલી ઘરમાં ભમીને ઘૂમતી,ઘડીઓ જુગજુગ ખૂટે ના ખુટાતી

આથમતો રવિ પૂરે રંગોળી ને ઊતરે માળે આભલેથી પંખી
પાંદડે ચમકે ધવલાં મોતી ને વાલમની વાટડી હું જોતી

ઝૂલાવું શમણાં આભની અટારીએ,ભીંના મોરલા દૂરદૂર ટહુકે
સપ્ત રંગો એ શોભે વ્યોમ ને શરમની છાયી લાલી અંગે

ઘોડલા દોડાવતો આવ્યો અસવાર, મેંતો દોડીને ખોલ્યા છે દ્વાર
ભીનો ભરથાર ભાવે ભીંજવતો ને ગાતું મનડું મેઘ મલ્હાર

ઝાંઝર રણક્યાં ને કંગન ખનક્યાં , રોમરોમમાં લાગી રે લ્હાય
વેણી ને ગજરાના હસતા રે મોગરા, મારું મુખડું મલકી શરમાય

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “ગાજ્યાં ગગન

 1. ઝૂલાવું શમણાં આભની અટારીએ,ભીંના મોરલા દૂરદૂર ટહુકે
  સપ્ત રંગો એ શોભે વ્યોમ ને શરમની છાયી લાલી અંગે

  one of the best poem,narreting the nature and human feelingf.
  Thanks to share such nice poem.

  Vital Patel

  Like

 2. આથમતો રવિ પૂરે રંગોળી ને ઊતરે માળે આભલેથી પંખી
  પાંદડે ચમકે ધવલાં મોતી ને વાલમની વાટડી હું જોતી

  what a beautiful way to express feelings!
  As nice as rain.
  Enjoyed

  Chirag Patel

  Like

 3. ગગને ગાજ્યો મેઘો ઘનઘોર , લહેરાયું યૌવન અંગ અંગ
  ઢળતી રે સાંજે નીતરતા અંગે, નેણલાં શોધતાં સાજનનો સંગ

  Totally showered with heavy rain.

  Chandra Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s