સલાડ સ્પે.

                          આજે શ્રાવણ સુદ છઠ [રાંધણ છઠ]

 

આજનો સુવિચારઃ– આપણા વર્તમાન પર આપણું ભવિષ્ય નિર્ભર છે.

 

સલાડ સ્પે.

 

ટોમેટો કપ

italian.tomato.salad[1]

સામગ્રીઃ-

૧] ટામેટા
૨] કોબીનું છીણ
૩] સલાડ મસાલો [સંચળ, જીરૂ અને કાઆ મરીનું મિશ્રણ]
૪] જોઈતા પ્રમાણમાં લીબુનો રસ
૫] ઝીણી સમારેલી કોથમીર

રીતઃ-

ટામેટાને વચ્ચેથી કાપી અડધા કરો અને વચમાંથી તેનો પલ્પ કાઢી લો.
ત્યારબાદ તેમાં સલાડનો મસાલો અને લીંબુના રસ મિશ્રિત કોબીની ભરી દો
સલાડને ઝીણી સમારેલી કોથમીરથી સજાવો.

 

સ્ટીમ પરવળ

 

સામગ્રીઃ-

૧] પરવળ
૨] લીલો મસાલો [ઝીણી સમારેલી કોથમીર, જોઈતા પ્રમાણમાં વાટેલા આદુ મરચા,ધાણાજીરૂ અને લીંબુનો રસ]
૩] સલાડ મસાલો [ઊપર જણાવ્યા મુજબ]

રીતઃ-

પરવળને અડધા કાપી તેનો વચમાંથી ગર કાઢી લો. ત્યાર બાદ તેને ૩ મિનિટ વરાળમાં બાફી દો. ત્યાર બાદ સ્વાદ પ્રમાણે તેમાં લીલો મસાલો ભરી દો.
તેની ઊપર સ્વાદનુસાર સલાડનો મસાલો અને વધેલો લીલો મસાલો ભભરાવી દો.

 

ક્રીમી પાલક

images[7]

સામગ્રીઃ-

૧] પાલક્ની ભાજી
૨] પાણી નિતારેલું દહીં
૩] ગાજરની છીણ
૪] સલાડનો મસાલો
૫] જોઈતા પ્રમાણમાં વાટેલા આદુ મરચાં

રીતઃ-

ઝીણી સમારેલી પાલકની ભાજીને ઉકળતા પાણીમાં ૫ સેકન્ડ રાખી નીતારી લો.
ત્યારબાદ તેમા જોઈતા પ્રમાણમા પાણી નિતારેલું દહીં ઉમેરો.
તેમા સ્વાદનુસાર સલાડ મસાલો અને વાટેલા આદુ મરચા ઉમેરો.
તેને ગાજરની છીણથી સજાવો.

 

ક્યુકમ્બર સેન્ડવિચ

challenge_field_entry_data_u1UhWRcOqzhq_largest[1]

સામગ્રીઃ-

૧] ગોળ સમારેલી કાકડી
૨] લીલી ચટણી

રીતઃ-

ગોળ સમારેલી કાકડીના એક સ્લાઈસ પર લીલી ચટણી લગાડી તેની પર બીજી સ્લાઈસ મૂકો.

 

                                             ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “સલાડ સ્પે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s