તરુ આપણું સહિયારું

                          આજે શ્રાવણ સુદ બારસ [પવિત્રા બારસ]

 

આજનો સુવિચારઃ– જે સત્યની સેવાને કરવાને જીવતો હોય છે તેના પર બાહ્ય સજોગોની અસર નથી થતી. — શ્રી માતાજી

[યુ.એસ.એ. સ્થિત શ્રી રમેશભાઈ પટેલે [આકાશદીપ] તેમની આ રચના મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

oak-tree-autumn[1] 

તરુ આપણું સહિયારું

ડાળે બેસી પંખી ટહૂંક્યું
ધરતી તારી ગગન અમારું
પણ ભલું તરુ આપણું સહિયારું

ફરફર ફરકે પર્ણ સજીલાં
છેડંત અનીલ ગીત મજાંનાં
શોભે રતુંબલ લઈ હીંચોળાં
ભૂલશું કહેવાનું ભલા મારુંતારું
મહાદાતા તરુ આપણું સહિયારું

અમ વનપંખીનો આશરો મોટો
બાંધ હવેલી,તું મળે ના જોટો
ભરી હરખ, ગહે સંતાનો પલશું
લીલુંડું નવલું અનઘ રુપાળું
માવતર તરુ આપણું સહિયારું

ૠતુઋતુ ના કામણ ખીલતા
ખાટા મીઠા ફળો મ્હેંકતા
આવ નીરખ મંગલ રુંપાળું
અર્પે વિસામો કરુણાથી છલકતું
અન્નકૂટ તરુ આપણું સહિયારું

ગગન ગોખથી વહેતી ધારા
લીલાછમ હરખે ડુંગર ક્યારા
શોભંત વનમાળે રુપલું સુંવાળું
સવાયા સંતસા ધરે નઝરાણું
જગદાધાર તરુ આપણું સહિયારું

શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)

 

ૐ નમઃ શિવાય