શ્રાવણી પૂનમ

           આજે શ્રાવણ સુદ પૂનમ [રક્ષાબધન,નાળિયેરી પૂનમ, ચન્દ્રગ્રહણ]

 

આજનો સુવિચારઃ– આપણે ભગવાનની સત્તાનો સ્વીકાર કરીને, એ શક્તિને ધારીને જો પ્રયત્ન કરીએ તો બધું જ કામ થાય છે. —- શ્રી પ્રમુખ સ્વામી

[યુ.એસ.એ. સ્થિત શ્રી. રમેશભાઈ પટેલે [આકાશદીપ] પોતાની આ રચના મોકલવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

8306-001-35-1062[1]

શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા

રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

શ્રી. રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’

                                                          ૐ નમઃ શિવાય