આરતી શા માટે?

                      આજે ભાદરવા સુદ સાતમ

આજનો સુવિચાર:- સફળતાની નીચે અનેક ભૂલો ઢંકાયેલી હોય છે. — બર્નાડ શૉ

આરતી

આરતી

 

 

                                     આપણે આરતી શા માટે કરીએ છીએ?

      ભગવાનની પૂજા કે ભજનના અંતે અથવા કોઈ સંતપુરુષ કે સન્માનીય મહેમાનના સ્વાગતમાં આરતી ઉતારવામાં આવે છે. આરતીની સાથે ઘંટારવ થાય છે. આરતી ગવાય છે.મંગળ વાદ્યો વાગે છે અને તાળી પાડવામાં આવે છે. ષોડશ ઉપચાર પૂજાનો એક ઉપચાર છે. જેને ‘મંગળ નિરંજન’ દિવ્ય અને પવિત્ર પ્રકાશ] કહેવાય છે. પરમાત્માના સંપૂર્ણ રૂપને પ્રકાશિત કરવા આપણે જમણા હાથમાં પ્રગટાવેલા દિવા લઈને જમણાથી ડાબી દિશામાં ગોળાકાર કરીને તેની જ્યોતને ફેરવવામાં આવે છે. તેનાથી ભગવાનનું દરેક અંગ અને તેમનું સમગ્ર સ્વરૂપ પ્રકાશિત થાય છે.

     જ્યારે આરતી ઉતારવામાં આવે છે ત્યારે સૌ મનમાં અતહ્વા મોટા અવાજે આરતી ગાય છે અથવા ભગવાનના સુંદર રૂપનાં દર્શન કરે છે. આરતી વખતે આપણને વધુ એકાદ્રતા અને ભક્તિભાવનો અનુભવ થાય છે. ભગવાનના સુંદર રૂપનાં દર્શન કરે છે. આરતી વખતે વધુ એકાગ્રતા અને ભક્તિભાવની અનુભૂતિ થાય છે. આરતી પૂરી થાય ત્યારે બે હાથ જ્યોત પર ફેરવીને આંખે અને માથે અડાડીએ છીએ.

     ભગવાનની પ્રતિમાનો અભિષેક તથા શ્રૃંગાર કરીને અને તેમને નૈવેદ્ય ફળાહાર વગેરે ધરાવી પ્રેમથી તેમની પૂજા કરીને શોભા અને સુંદરતાની અનુભૂતિ થાય છે. આરતીનું ગાન, તાલીનો તાલબદ્ધ ધ્વનિ, ઘંટારવ વગેરે, ભગવાનના દર્શનથી થતા આનંદ અને માંગલ્યમાં પૂરક છે.

       ઘણીવાર કપૂરથી આરતી કરવામાં આવે છે. એનું પણ આધ્યામિક મહત્વ છે. કપૂરને પ્રગટાવ્યા પછી તે અશેષ સળગી જાય છે. કપૂર આપણી મૂળભૂત વાસનાઓનું પ્રતિક છે. જ્યારે આરતીની જ્યોત જ્ઞાનાગ્નિનું પ્રતિક છે. જ્યારે જ્ઞાનાગ્નિથી અશેષ વાસના બળી જાય છે ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે. બીજી રીતે વિચારીયે તો ભગવાનના દર્શનથી બધીજ વાસનાઓ બળી જાય છે.

     આરતી થતી હોય ત્યારે નયનો અંતરમાં ડોકિયું કરતા હોય તેમ આપોઆપ બીડાઈ જાય છે. એનો અર્થ એ થાય છે કે આપણામાં ભગવાનનું મંદિર છે – ભગવાન આપણા હૃદયમંદિરમાં વસે છે. આરતી પૂરી થતા તેની આશકા લઈને આંખે અડાડી માથા ઉપર ફેરવીએ ચીએ. તેનો અર્થ એ થાય છે કે જે જ્યોતિ ભગવાનને પ્રકાશિત કરે છે તે મારી દૃષ્ટિને પણ દિવ્યતા અર્પો અને મારા વિચારોને ઉન્નત કરો.

    આરતીનો તાત્વિક અર્થને વિસ્તારપૂર્વક જોઈએ તો સૂર્ય, ચન્દ્ર, તારા વિદ્યુત અને અગ્નિ એ પ્રકાશના કુદરતી સ્તોત્ર છે. વિશ્વના આ બધા કુદરતી ઘટકોનાયે મૂળ સ્તોત્ર ભગવાન છે. આરતી કરી આપણે ચેતનાસ્વરૂપ ભગવાનનો આભાર માનીયે છીએ.

ન તત્ર સૂર્યો ભાતિ ન ચન્દ્ર તારકમ !
નેમા વિધ્યુતો ભાંતિ કુતોયમગ્નિ:!
તમેવ ભાન્તમ અનુભાતિ સર્વમ
તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ !!

                                                                                  — સંકલિત

                                          ૐ નમઃ શિવાય