શ્રાદ્ધ

                       આજે ભાદરવા વદ એકમ [શ્રાદ્ધની શરુઆત]

 

આજનો સુવિચાર:- તમે જેટલું ઓછું બોલશો સામેવાળા એટલું જ વધુ ધ્યાનથી સાંભળશે.

માનસરોવરને કિનારે પિતૃતર્પણ

માનસરોવરને કિનારે પિતૃતર્પણ

                                                      શ્રાદ્ધ

       ભાદરવા વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ. શ્રદ્ધા અને પ્રસન્નતા માટે જે સન્માન અને આદરભાવભરી લાગણી વ્યક્ત કરવામાં આવે તે વૈદિક કર્મને ‘શ્રાદ્ધ’ કહેવાય છે. શ્રાધ એ મૃત્યુ પછીનું સંસ્કાર કર્મ છે. સોળ દિવસની [પૂનમથી અમાસ સુધી] સોલ તિથિઓ પ્રમાણે જાતકો પિતૃઓનું શ્રાદ્ધકર્મ કરતા હોય છે. આમાં પિંડદાન, કાગવાસ, બ્રહ્મભોજન વગેરે કર્મો કરવાના હોય છે.

     મત્સ્યપુરાણ અનુસાર મૃત વ્યક્તિઅ પુનર્જન્મ ધારણ કરીને બીજી યોનિમા હોય છે. વસુ, રુદ્ર, આદિત્ય જેવા પિતૃદેવતા દ્વારા ખાદ્યપદાર્થો મૃતાત્માઓને પહોંચાડાય છે અથવા તે પદાર્થોનું સૂક્ષ્મ વસ્તુઓમાં રૂપાંતર થઈને તે ભિન્ન ભિન્ન યોનિમાં પિતૃઓને પ્રાપ્ત થાય છે.

     સ્કન્ધપુરાણ અનુસાર પિતૃઓ અને દેવ યોનિ એવી છે કે જે હજારો જોજન દૂરથી કરેલી પૂજા ગ્રહણ કરે છે અને સ્તુતિથી સંતુષ્ટ થાય છે. તિકાળજ્ઞાની પિતૃઓ સર્વવ્યાપી હોય છે. તેઓ તર્પણ કરેલું ભોજન સ્થૂળશરીરથી આરોગતા નથી પરંતુ સૂક્ષ્મશરીરથી ગ્રહણ કરી સંતુષ્ટ બની મનુષ્યોને આશીર્વાદ આપે છે.

      શ્રાદ્ધ માટે સૌથી પવિત્ર સ્થલ બિહારમાં આવેલું ગયાતીર્થ કે બુદ્ધગયા છે. માતૃશ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતનું સિદ્ધપુર સ્થળ ફળદાયી ગણાય છે.

ભવિષ્યપુરાણ અનુસાર શ્રાદ્ધના બાર પ્રકારો છે.

1] નિત્ય   [2] નૈમિત્તિક   [3] કામ્પ   [4] વૃદ્ધિ    [5] સપિંડન   [6] પાર્વણ   [7] ગોષ્ટિ   [8] શુદ્ધયર્થ   [9] નાંદી    [10] દૈવિક    [11] યાત્રાર્થ    [12] પુષ્ટયર્થ

           ગરૂડપુરાણમાં કાગડાને પિતૃઓનો પ્રતિનિધિ કહ્યો છે. મૃતાત્માના ‘પ્રાણસૂત્ર’ને તે ઓળખતો હોવાથી શ્રાદ્ધની તિથિએ કાગવાસ નાખવામાં આવે છે.
                                                                                                               — સંકલિત

                       

                                         ૐ નમઃ શિવાય

Advertisements

7 comments on “શ્રાદ્ધ

  1. Thanks for detail about shraaddh..
    શ્રાદ્ધનો આ માસ મને ખુબ ભાવમય કરી દે છે..પિતૃઅઓની યાદ આવે અને તેમને કૃતજ્ઞભાવે નતમસ્તક થવાય હ્દયભાવથી ભરાય જાય તેમને જીવનકાળ દરમ્યાન આપણા માટે કર્યુ તે યાદ આવે આ ધરા પર કદી રહેલ હવે જ્યાં હશે તે યાદ આવે…શૂં ભવ્ય સંસ્કૃતિ છે ભારતની..

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s