શૈલપુત્રી [નવરાત્રિનો પ્રથમ દિવસ]

          આજે નવરાત્રિનો શુભારંભ એટલે આજે આસો સુદ એકમ  

 
આજનો સુવિચાર:- વિકટ સમસ્યાઓનો સરળ ઉકેલ શોધવો સૌથી મુશ્કેલ કામ છે.

 

આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં શક્તિપૂજાનું આ મહાપર્વ એટલે નવરાત્રિનો પ્રારંભ.

या देवी सर्वभूतेषु शक्तिरुपेण सस्थिता
नमस्तसै नमस्तसै नमस्तसै नमोनमः

શૈલપુત્રી

શૈલપુત્રી

 

                                   શૈલપુત્રી

નવરાત્રિના પ્રથમ દિવસે પર્વતરાજ હિમાલયની પુત્રી શૈલપુત્રીનું પૂજન થાય છે.

    આ શૈલપુત્રી એટલે દેવોના દેવ મહાદેવની પ્રથમ પત્ની ‘સતી’, જે પૂર્વજન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રી તરીકે પ્રસિદ્ધ હતા. એમના લગ્ન દેવાધિદેવ શિવજી સાથે થયા હતા પરંતુ શિવજી એ સમયે અઘોરવેશી હતા.

      યજ્ઞ વખતે પોતાના અપમાનનો બદલો લેવા દક્ષ પ્રજાપતિએ પોતાના જમાઈને એટલે કે શિવજીને નોતર્યા ન હતા તેમજ યજ્ઞમાં સ્થાન પણ ન આપ્યું હતું. આથી દુઃખી સતીએ યજ્ઞમાં પોતાની જાત હોમી દીધી. શિવજીને આની જાણ થતા દક્ષ રાજાના યજ્ઞનો  ધ્વંસ કર્યો. અને સતીના દેહને લઈને ત્રિભુવન ડોલાવવા લાગ્યા. સતીનાં અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ બની ગયા

       માર્કંડેયપુરાનમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. તે અર્ધ ચંદ્રધારી કમલ તથા ત્રિશૂલ ધારણ કરી બેઠેલી છે.
    

                                                  ૐ નમઃ શિવાય

4 comments on “શૈલપુત્રી [નવરાત્રિનો પ્રથમ દિવસ]

  1. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. તે અર્ધ ચંદ્રધારી કમલ તથા ત્રિશૂલ ધારણ કરી બેઠેલી .matane
    Bhakti vandana.

    Shubha navaratri.
    Ramesh Patel(Aakashdeep)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s