શુભ દિપાવલી

                         આજે આસો વદ અમાસ – દિવાળી

 

                                 દિવાળી એટલે દિવાનો તહેવાર

શુભ દિપાવલી

શુભ દિપાવલી

આપણા હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ મહત્વ છે જે હંમેશા આપણા તન-મનને પ્રફલ્લિત બનાવે છે. એમાં દિવાળીના દિવસે તો રામ, સીતા, લક્ષમણ પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા ફરે છે ત્યારે અયોધ્યાવાસીઓ અયોધ્યાને ખૂબ ખુશીથી શણગારે છે અને દિવડાઓ પ્રગટાવી તેમનું સ્વાગત કરે છે ત્યારથી દિવાળીનો દિવસ દિવડાનો દિવસ ગણાય છે.

આપ સહુને દિવાળીની શુભેચ્છાઓ.

આપનું નવું વર્ષ સુખમય રહે એવી મારી અંતઃકરણથી પ્રાર્થના છે.

[હંમેશ મુજબ દરેક તહેવાર નિમિત્તે અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલ [આકાશદીપ] તેમની સુંદર રચનાઓ મોકલી મેઘધનુષની શોભા વધારે છે તે બદલ હું – નીલા કડકિઆ તેમની ખૂબ જ આભારી છું]   


 

 દિવાળી

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી  કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન
 
લાલી  છાઈ આકાશ, વરતાય  હૈયે  ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ 
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ  પર્વના છલકે  છે પ્રેમ ભર્યા  પૂર
ઝીલો ઝીલો હૈયે  દોડી આજ ઉમંગી નૂર
 
શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી  રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ  નવ વર્ષને  વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે  મારી રુપલી દિવાળી

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

 

                                                        ૐ નમઃ શિવાય

દિવાળીને શુભેચ્છાઓ તેમ જ નવા વર્ષની શુભેચ્છાઓ

દિવાળીને શુભેચ્છાઓ તેમ જ નવા વર્ષની શુભેચ્છાઓ

6 comments on “શુભ દિપાવલી

 1. મેઘ ધનુષના રંગો,દીપાવલીનો ઉજાશ અને આપના રંગોળી જેવા બહૂમૂલ્ય વિચાર વૈભવ સાથે સાચે જ

  રમેશભાઈ(આકાશદીપ)ની લાગણી ભીંજવતી રચનાઓ માં,મને યુ એસ એ માં ભારતીય સંસ્કૃતિનં રસ સીંચન મળ્યું છે.

  આપના કૌશલ્ય અને શીવ ભક્તિને બીરદાવતાં અંતરથી શુભ દીપાવલી પાઠવું છું.

  ચન્દ્ર પટેલ

  Like

 2. પ્રકાશના પર્વના આ ટાણે વિક્રમ સંવત ૨૦૬૫ ના વિતેલા વર્ષના તારીખીયાનું છેલ્લું પાનું ખરવા જઈ રહ્યું છે અને વિક્રમ સંવત ૨૦૬૬ નું નૂતન વર્ષ રૂમઝુમ પગલે પ્રવેશવા થનગની રહ્યું છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને પરમ કૂપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વમાં તેમજ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મની સંપદા તેના નવા ઊંચ્ચતમ શિખરો સર કરવા શક્તિ અને પ્રેરણા આપે અને તેના માટે આપણા ઉપર તેની કૃપા દ્રષ્ટિની અમી વર્ષા કરે.

  અમૃતગિરિ ગોસ્વામી અને સૌ પરિવાર જન

  આસો વદ – ૧૪, શનિવાર, સંવત ૨૦૬૫
  તારીખ ૧૭ ઑક્ટોબર, ૨૦૦૯

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s