શા માટે?

                   આજે કારતક સુદ એકાદશી [દેવ ઊઠી અગિયારસ]

આજનો સુવિચાર:- કામ કરે તેનાથી ભૂલ તો થાય, તેથી ભૂલથી ડરવું, કામથી નહીં.

 

                                શા માટે?

લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર બહાર બધે,
ન્હૈ તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો, કાં વીખરાઓ, આ અમથાં ગાજો શા માટે?

મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

આ જલતી શમાને ઠારો ના, આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારૂ ઈલાજો શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને જિજ્ઞાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?

આજ સૂરાલયના દસ્તુર હૈ બદલાયા છે શું સાકી,
પી-પી કહેનારા બોલે છે આ પાજો-પાજો શા માટે?

નમન નમનમાં હોય છે કાંઈ વધતો ઓછો ફેર નક્કી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
આ સહેજ ઉંમરમાં આવ્યા કે આ રોજનો તકાજો શા માટે?

આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે મધુકરનો મલાજો શા માટે?

                                                      — મધુકર રાંદેરિયા

                                        ૐ નમઃ શિવાય

8 comments on “શા માટે?

 1. મારો તો ઈરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
  ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

  રસમાં તરબોળ થઈ જવાય એવી ગઝલ અને ગાયકી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. વાહ ભાઈ,[બહેન] વાહ!
  સ્વ.મધુકરભાઈના સ્વમુખે જયહિંદ કોલેજના હૉલમાં આ ગઝલ સાંભળેલી અને તાલીઓના ગડગડાટે આખો હૉલ ગાજેલો એ ચિત્ર આખું આંખો સામે આવી ગયું.

  આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે,
  આ સહેજ ઉંમરમાં આવ્યા કે આ રોજનો તકાજો શા માટે?

  આ વાત નથી છાની છપની, ચર્ચાય છે જાહેરમાં સઘળે,
  શરમાળ કુસુમને કહી દો કે મધુકરનો મલાજો શા માટે?

  એમાંયે ઉપરની છેલ્લી ચાર પંક્તિઓએતો મધુકરભાઈને ખ્યાતનામ કરી દીધા હતા.

  Like

 3. દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જન્મે છે ત્યાં ને ત્યાં,
  આંસુ ને જિજ્ઞાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?……..
  Enjoyed a very nice Gazal……Thanks for posting, Neelaben !
  Dr. Chandravadan Mistry ( Chandrapukar)
  Also….Thanks for your VISITS/COMMENTS on Chandrapukar !
  http://www.chandrapukar.wordpress.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s