જીવનનાં સૂત્રો

                                              આજે માગશર વદ એકમ

આજનો સુવિચાર:- વધુ નાણાં રળવાં કરતાં વધુ પ્રતિષ્ઠા મેલવવાનું પસંદ કરવું જોઈએ.

                                                                                             – પ્રણવાનંદજી

                                
                                      જીવનનાં સૂત્રો

જૂના જમાનામાં લોકોમાં ધર્મભાવના જગાડવારાજાઓ સંતોને આશ્રય આપતા અને સંત સમાગમ, ધર્મસભાઓ આયોજતા. આમ રાજા રાજ્યમાં ધર્મનું શાસન રાખતા.

એક વખત રાજાએ એક સંતને પૂછ્યું કે જે માનવદેહ મળ્યો છે તેને સુખમય તથા કેવી રીતે પરોપકારી બનાવવું જેથી જીવન પ્રભુમય બને અને સમતા તથા શાંતિથી જીવી શકાય?

   સંતે થોડા ઉપદેશમાં જીવન જીવવાના સૂત્રો સમજાવ્યા.  જેવા કે

સારા કર્મો કરવાથી ભવોભવ માનવજીવન મળે છે.
મારું – મારું નહીં કરવું, નહીં તો મરી જઈશ.
તારું તારું સદાય કરવું, જેથી ભવ તરી જઈશ.
જીવનની અપેક્ષા માટે ખોટું કાર્ય નહીં કરવું.
કર્મ કરતો જા, ફળની આશા ન રાખતો.
સદાય પ્રભુભજન કરો- સત્સંગ કરો.
હરિ કરે સો હોય, તે સદાય યાદ રાખો.

    આવાં સર્વે કર્મો કરવાં, જો બધા ન થઈ શકે તો થોડાં પણ સારાં કાર્યો કરવાથી મન-વચન-જીવન સર્વેને શાંતિ મળશે તથા પ્રભુને પામવાનો સરળ રસ્તો મળશે.

                                  [વિજયકુમાર માણેક – સૌજન્ય- જન્મ્ભૂમિ]

                                      
                                              ૐ નમઃ શિવાય

3 comments on “જીવનનાં સૂત્રો

 1. મારું – મારું નહીં કરવું,
  કર્મ કરતો જા, ફળની આશા ન રાખતો.

  સદાય પ્રભુભજન કરો-
  હરિ કરે સો હોય, તે સદાય યાદ રાખો.

  Nice Post…These are my Jivan Manto !
  Inviting you to see LAST 2 Posts on CHANDRAPUKAR….
  2ND ANNIVERSARY Post & A Post on RAMESHBHAI PATEL ( Aakashdeep)
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com

  Like

 2. એક જાણીતું ભજન,જેની પંક્તીઓ પિતાશ્રી પાસેથી

  સાંભળેલી તે યાદ આવી ગઈ.સંસાર સાગરને તરતાં તરતાં

  જીવનની નાવના ડોલે ,હો પ્રભુ તારે હવાલે

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s