રેતીને છંછેડનાર મૂરખનું ગીત

 

                                     આજે પોષ સુદ એકમ

આજનો સુવિચાર:- જિંદગી એવી નથી જેવી તમે વ્ના માટે કામ કરો છો, એ તો એવી બની જાય છે જેવી તમે એને બનાવો છો.
                                                                                   — એંથની રયાન


                      રેતીને છંછેડનાર મૂરખનું ગીત

મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો

ત્યારે શું એવું તું જાણતી કે આમ કોઈ રેતીને ભીંજવવી વ્યર્થ છે?
અથવા તો દરિયાના પાણીથી સાવ ભિન્ન રેતીને પોતાનો અર્થ છે?
અર્થો બદલવવાની જીવલેણ ખાઈમાં તિં ધસતી એ જોઈને હું હસતો.

તેં એવા પતંગિયાની સાંભળી છે વારતા જે ફૂલને સૂંઘે તો મરી જાતું?
તેમ છતાં તારાથી કોઈ ફૂલ ચૂંટવાનું દુસ્સાહસ કઈ રીતે થાતું ?
ફૂલને પતંગિયાના રેબઝેબ ભાવથી તું શ્વસતી એ જોઈને હું હસતો.

ત્યારે તું જાણતી કે રેતીને સહેજે છંછેડીએ તો કેવું એ ડંખતી ?
માધવ રામાનુજના ગીતમાં છે એવું.. [હોઉં પાસે છતાં તું મને ઝંખતી],
રેતીમાં પાણીનાં ટીપાની જેમ તું કણસતી એ જોઈને હું હસતો.

સહેજ સહાજ એટલો જ સાંભરે છે આપણને હવે પેલો આપ્ણો અતીત,
રેતીમાં રેતી છંછેડનાર મૂરખનું આપણે જ લખતાં’તાં ગીત,
રેતીએ ગોઠવેલ ફાંસામાં આંગળીઓ ફસતી એ જોઈનેહું હસતો.

મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો

                                         –શ્રી રમેશ પારેખ

                                             ૐ નમઃ શિવાય

5 comments on “રેતીને છંછેડનાર મૂરખનું ગીત

 1. સહેજ સહાજ એટલો જ સાંભરે છે આપણને હવે પેલો આપ્ણો અતીત,
  રેતીમાં રેતી છંછેડનાર મૂરખનું આપણે જ લખતાં’તાં ગીત,
  રેતીએ ગોઠવેલ ફાંસામાં આંગળીઓ ફસતી એ જોઈનેહું હસતો.

  મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઈને તું હસતી એ જોઈને હું હસતો

  Yes we also laughed many times.
  Thanks for sharing.

  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s