આજે મહાસુદ સાતમ [રથસપ્તમી]
આજનો સુવિચારઃ– તમારાં સંતાનોને એક જ ભેટ આપવી હોય તો તે ઉત્સાહની આપજો.–બ્રુસ બાસ્ટન
[ન્યુઝીલેન્ડના ઑકલેન્ડ સ્થિત શ્રી રુપેશભાઈ પરીખે તેમની આ રચના આપવા બદલ મેઘધનુષ ખુબ આભારી છે.]
૧૯૮૮માં લખાયેલ આ રચના છે.
હમણાં એ આવશે
1]
હમણાં એ આવશે ને મુજને જકડી લેશે
સ્નેહની બેડીથી બાંધી દેશે
પાસ બેસી હેતથી નવડાવશે
ને પ્યારનાં સાગરમાં ફંગોળી દેશે
સોળ શૃંગાર સજી ઊભી હું રવેશમાં
હૈયું હાથ ન રહ્યું આજે આવેશમાં
કિંતુ
એ ન આવ્યો, મુજ ઘેલીને
પ્રેમ રસ ના પાયો
અંતે
દિ’ આથમ્યો કાળી ચાદર ઓઢી
અને આવ્યો એ સફેદ ચાદર ઓઢી
2]
દર્પણ
દર્પણમાં પ્રતિબિંબ જોઈ ડઘાઈ ગયો
સફેદ કેશ ને કરચલી જોઈ ગભરાઈ ગયો
બોખા મોંઢે ને કાંપતા અવાજે પ્રશ્નાર્થ કર્યો
કોણ છે તું?
દર્પણે જવાબ વાળ્યોઃ મૂરખ આને ન ઓળખ્યો?
આતો તારો મ્હાયલો છે…………..
ૐ નમઃ શિવાય