ફાગણ આંગણ આયો રી

                              આજે ફાગણ સુદ એકાદશી

આજનો સુવિચાર:- સર્વ મનુષ્યોના અંતરમાં ઈશ્વરે જે બધા સત્ય અને સૌંદર્ય મૂકેલાં છે તેનું સતત દર્શન કવિતા આપણને કરાવતી રહે છે.   — જેઈમ્સ લોવેલ  

ફાગણ આંગણ આયો રી

સરસ સુહાનો
મનહર મદભર
ફાગણ આંગણ આયો રી

વન, વન, ઉપવન
કળી કળી પર
ભ્રમર બની ગૂંજાયો રી

કેસરિયો પીળો
રંગ ભીનો
ચૂનરી મોરી લાયો રી

કોકિલના પંચમ
સ્વર ટહૂકે
મન મેરો હરખાયો રી

 અવની પર
આનંદકો ઓચ્છવ
ગલી ગલી બરસાયો રી

 “શ્રાવણી” કો ફાગણ
મનભાવન
રસિયો માધવ લાયો રી

                    –ગોસ્વામી ઈંદિરાબેટીજી

                                                   જય શ્રી કૃષ્ણ

ઘાસ અને હું

                                           આજે ફાગણ સુદ છઠ

આજનો સુવિચાર:-  જે ઋણ લેવા જાય છે તે દુઃખ લેવા જાય છે.  — ટસર

  

ઘાસ અને હું

જ્યાં સુધી સુધી પહોંચે નજર,
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે;
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

 પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
તરણાં હલે છે વારંવાર;
ના ખબર કે શા સંબંધે
સર્વ સંગે એહ, મારો પ્યાર છે.

એ હલે છે આવતાં ધીમો પવન,
થાય છે એવું જ માર  ચિત્તમાંહીયે ચલન.

જોઉં છું વહેલી સવારે એમને,
ને ખુશીથી મહેક મહેકે છે મને
ઝાકળેથી એ બધાંયે શોભતાં,
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં !

થાય છે મારી નજર જાણે હરણ
ને રહે છે ઠેકતી એ ઘાસમાં;
ના છબે છે એક પળ  એનાં ચરણ.
સ્પર્શતો એને નહીં.
ને નજાકત તોય એની
અનુભવું છું મન મહીં !

ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલન:
આભનું, ધરતી તણું, એ બેઉ માંહી,
લાગતું કે, મન મળ્યું:

            — પ્રહલાદ પારેખ

                                      ૐ નમઃ શિવાય