ઘાસ અને હું

                                           આજે ફાગણ સુદ છઠ

આજનો સુવિચાર:-  જે ઋણ લેવા જાય છે તે દુઃખ લેવા જાય છે.  — ટસર

  

ઘાસ અને હું

જ્યાં સુધી સુધી પહોંચે નજર,
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે;
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

 પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
તરણાં હલે છે વારંવાર;
ના ખબર કે શા સંબંધે
સર્વ સંગે એહ, મારો પ્યાર છે.

એ હલે છે આવતાં ધીમો પવન,
થાય છે એવું જ માર  ચિત્તમાંહીયે ચલન.

જોઉં છું વહેલી સવારે એમને,
ને ખુશીથી મહેક મહેકે છે મને
ઝાકળેથી એ બધાંયે શોભતાં,
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં !

થાય છે મારી નજર જાણે હરણ
ને રહે છે ઠેકતી એ ઘાસમાં;
ના છબે છે એક પળ  એનાં ચરણ.
સ્પર્શતો એને નહીં.
ને નજાકત તોય એની
અનુભવું છું મન મહીં !

ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલન:
આભનું, ધરતી તણું, એ બેઉ માંહી,
લાગતું કે, મન મળ્યું:

            — પ્રહલાદ પારેખ

                                      ૐ નમઃ શિવાય

7 comments on “ઘાસ અને હું

 1. પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
  તરણાં હલે છે વારંવાર;
  ના ખબર કે શા સંબંધે
  સર્વ સંગે એહ, મારો પ્યાર છે.

  સ્પર્શી ગયા આનંદનાં સ્પંદન.
  Ramesh Patel(Aakashdeep)

  Like

 2. જ્યાં સુધી સુધી પહોંચે નજર,
  ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે;
  ને પછી આકાશ કેરી
  નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે….Nice opening lines…Read the Rachana.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Neelaben…..may be you were away…did not see on Chandrapukar for HEALTH Posts (Manav Tandurati)Hope to see you on my Blog !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s