અજમાવી જુઓ

                             આજે ફાગણ વદ બીજ [ડોલોત્સવ]

આજનો સુવિચાર:- જેની જરૂરત નથી તે ખરીદશો તો જેની જરૂરત છે તે વેચવું પડશે.

                                  
                                      અજમાવી જુઓ

1]   અરીસા અને બારીના કાચ ચમકાવવા ધોવાના પાણીમાં થોડો અમોનિયા ઉમેરી દો.

2]   આઈસ ટ્રેમાંથી બરફના ટુકડા ન નીકળતા હોય તો આઈસને ટ્રેને ગરમ કપડાંમાં લપેટી દો અથવા એના તળિયાને પાણીમાં ડુબાડી દો.

3]   ગરમ પાણીમાં કેરોસીન નાખી કાચ સાફ કરવાથી કાચ સાફ અને ચમકદાર બનશે.

4]   મગની દાળનાં વડાને પોચા બનાવવા માટે તેમાં ઘઉંનો લોટ અથવા ચણાનો લોટ ઉમેરો.

5]   કાતર અને છરીની ધાર કઢાવતાં પહેલાં એના પર મીઠું ઘસો એનાથી ધાર તેજ થશે.

6]   ઘઉંમાં મેથીની ભાજીનાં સૂકા પાંદડા નાખવાથી ઘઉં બગડશે નહીં.

7]   લીંબુ, મોસંબી, પાકી કેરી જેવાં ફળોનો રસ કાઢતાં પહેલાં એને થોડીવાર પાણીમાં રાખવાથી વધારે રસ નીકળશે.

8]   મૂળાના શાકને વઘાર્યા બાદ મસાલો નાખવાથી શાકનો રંગ નીખરી ઉઠશે.

9]   કમળામાં રાહત મેળવવા શેરડીને આખી રાત ખુલ્લી મૂકી તેનો તાજો રસ પીવો.

10]   જૂના થયેલા દાઢીના બ્રશને સાબુના પાણીમાં બોળી રાખી વૉશબસીન સાફ કરવાથી વૉશબસીન ચકચકીત થઈ જશે.

11]   ફુદાંઓનો ત્રાસ દૂર કરવા ટ્યુબલાઈટની આસપાસ ડુંગળીની બાંધો.

12]   ચણાની દાળ રાંધતી વખતે એમાં દૂધીની છાલ નાખવાથી દાળનો સ્વાદ અને સુગંધ વધી જશે.

                                                                                                       — સંકલિત

                          ૐ નમઃ શિવાય               

One comment on “અજમાવી જુઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s