ત્વચાના કુદરતી ઉપચાર

                                           આજે ફાગણ વદ છઠ

 

આજનો સુવિચાર:-જેવી રીતે મહેનત કરવાથી શરીર મજ્બૂત થાય છે, તેવી રીતે મુશ્કેલીઓ સામે ઝઝૂમવાથી મસ્તિક સુદૃઢ બને છે. – સેનેકા

                        ત્વચાના કુદરતી ઉપચાર

આપણી સમક્ષ કુદરતે એટલી બધી ભેટ મૂકી છે પણ આપણે તેને ઓળખી નથી શકતા અને તેનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. ચાલો તો આપણે થોડુંક એ વિષે જાણીએ.

એલોવેરા [કુંવારપાઠુ]:- ત્વચાનો ભેજ ટકાવી રાખે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. જખમને ઝડપથી રૂઝવે છે અને ત્વચાનું સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે.

બદામ:- બદામનું તેલ વાળને મુલાયમ અને ચમકીલા બનાવે છે.

યોગર્ટ [મોળું દહીં]:- દરરોજ એક કપ યોગર્ટ લેવાથી ત્વચાને સૂર્ય પ્રકાશથી રક્ષણ મળે છે. ખીલ પર પણ રાહત રહેશે. દૂધ:- દૂધના ઘટકો ત્વચાને કુદરતી રીતે સાફસુથરી રાખવામાં મદદ કરે છે.

મધ:- મધનાં કુદરતી ઘટકો ત્વચાનું રક્ષણ પૂરું પાડે છે તેમ જ મોઈસ્ચરાઈઝરની ગરજ સારે છે.

લીંબુ:- લીંબુ કુદરતી બ્લીચીંગનું કામ કરે છે અને માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરે છે.

પપૈયુ:- ઓછી કૅલેરી ધરાવતું આ ફળ તંદુરસ્તી માટે ટોનિક સમાન છે. કાચા પપૈયાનો માવો ચહેરા પર 10થી 15 મિનિટ સુધી રહેવા દેવાથી ત્વચા તાજી અને મુલાયમ થઈ જશે.

સંતરા:- સંતરા તૈલી ત્વચા માટે મોઈસ્ચરાઈઝરનું કામ કરે છે.

ટામેટાં:-ટામેટાં ત્વચા પરનાં છિદ્રો ખોલવામાં મદદ કરે છે અને કાળા ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. ટામેટાંના એક ટુકડાને ત્વચા પર 15 મિનિટ સુધી ધીરેથી રગદોળવાથી ત્વચાના છિદ્રો ખૂલી જશે.

કાકડી:- કાકડીમાં ઠંડક આપવાના ગુણ છે તેમજ ત્વચાને નિખારે છે.

ઘઉંના જ્વારા:- ઘઉંના જ્વરા શક્તિ આપે છે અને થાકને દૂર કરે છે. તેનો રસ પાચનશક્તિ સુધારે છે.

હળદર:- ત્વચા ઉપરના કાળા ધબ્બા દૂર કરે છે અને ધબ્બા થતાં અટકાવે છે.

ગુલાબ:- ગુલાબજળ અને ગુલાબતેલના ઉપયોગથી ત્વચા મુલાયમ અને સ્થિતિસ્થાક રહે છે.

ફુદીનો:- ફુદીનાનો ઉપયોગ શરીરને હળવું અને તાજુમાજુ રાખે છે. ફુદીનાના પાંદડાને વાટીને તેનો રસ આંખોની આસપાસ લગાડવાથી આંખોની નીચેના કાળા ધબ્બા દૂર થાય છે.

લીલી ચા:- લીલી ચા એસિડીટી દૂર કરે છે અને તે પીવાથી તાજગી પણ આપે છે.

બટાટા:- બટાટામાં રહેલા ક્લોરોફિલ દાઝવાથી થયેલા ડાઘ દૂર કરે છે અને કાળા ધાબા દૂર કરે છે.

સ્ટ્રોબેરીઝ:- ત્વચાને મુલાયમ રાખે છે અને તેનો માવો સ્ક્રબર તરીકે વાપરી શકાય છે.

નાળિયેર:- વાળના વિકાસમાં મદદ કરે છે અને થાઈરોઈડ ગ્રંથિની કાર્યવાહીનું નિયમન કરે છે.

                                                                                    — સંકલિત

                             ૐ નમઃ શિવાય