કિચન ટીપ્સ

                                     આજે ફાગણ વદ નોમ

આજનો સુવિચાર:- જે કર્મમાંથી વધુ ને વધુ લોકોને આનંદ મળે છે તે કર્મ જ શ્રેષ્ઠ છે.
                                                                               — ફ્રાંસિસ હચિસન

                                               કિચન ટીપ્સ

* બટાટાની સૂકી ભાજી અથવા રસાવાળા શાકમાં એલચો નાખવાથી વધુ સ્વાદિષ્ટ બનશે.

* એક બાટલીમાં પાણી ભરી તેમાં આદુ મૂકી તેને ફ્રીજમાં મૂકવાથી તે લાંબો સમય સુધી સારું રહેશે.

• કૉફીમાં આદુ એલચી નાખવાથી કૉફી વધુ સ્વાદિષ્ટ લાગશે. [જોકે મને આવી કૉફી નથી ભાવતી]

• ભજિયાને વધુ ક્રીસ્પી બનાવવા તેનાં ખીરામાં એક ચમચો ચોખાનો લોટ અને એક ચમચો ગરમ તેલ નાખો.

• ટામેટા જેવા ખાટા શાકનો સૂપ બનાવતી વખતે તેમાં દૂધ કે મલાઈ નાખવી નહી.

• દૂધને ગરમ કરતી વખતે તપેલીમાં પહેલાં થોડું પાણી નાખી રીંઝ કરો ત્યાર બાદ તે તપેલીમાં દૂધ મૂકી ગરમ કરો અને તેમાં સ્ટીલનો ચમચો રાખી હલાવવાથી દૂધ તપેલીમાં ચોંટશે નહીં.

• વધેલા રોટલીના લોટને ફ્રીજમાં મૂકતાં પહેલાં તેની ઉપર ઘી કે તેલનો હાથ ફેરવવાથી લોટ સૂકાઈને કઠણ નહી બની જાય કે કાળો નહી પડે.

• સલાડ કે સૂપને ચીઝ પટ્ટીથી સજાવવા માટે તેને પોટેટો પીલરથી છોલો.

• સૂપ કે સૉસ વધુ ઘટ્ટ બની જાય તો તેમાં આઈસ ક્યુબ મૂકી દો.

• સૂપ સર્વ કરતાં પહેલાં તેની ઉપર ચીઝ અને સમારેલી કોથમીર ભભરાવવાથી વધારે સ્વાદિષ્ટ લાગશે.

• ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસિડ [લીંબુનાં ફૂલ] અને ખાવાનાં સોડા પાણીમાં ભેળવીને નાખવાથી ખમણ વધુ પોચા બનશે.

• મેંદાની કચોરી, સમોસા કે ફરસી પૂરી બનાવવા દહીં અને ગરમ ઘીથી લોટ બાંધો.

• શાકમાં મરચું વધારે પડી ગયું હોય તો તેમાં થોડો ટામેટાંનો સૉસ કે દહીં ભેળવવાથી તીખાશ ઓછી થઈ જશે.

                                                                                       — સંકલિત

                                              ૐ નમઃ શિવાય

One comment on “કિચન ટીપ્સ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s