જાણવા જેવું

                                  આજે ચૈત્ર સુદ એકાદશી

આજનો સુવિચાર:-જરૂરતમંદની સેવા એ પ્રભુની શ્રેષ્ઠ પૂજા. –સંત રામબાપા

                                          જાણવા જેવું

* પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.

* કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને દૂરનું દેખાતું નથી.

* મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી આંસુ બહાર આવે છે. એણે શિકાર કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.

* જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં ગરમ જંગલોમાં પણ સહેલાઈથી રહી શકે છે.

* કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ હોય છે જેનાથી તે સાંભળે છે. એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી, જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.

* લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિવાળો અવાજ ક્ષમતા ધરાવે છે. દર સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે છે.

* અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.

* ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને તે પોતાનો શિકાર શોધવા 20,000 કિ.મી.નું અંતર કાપે છે.

* લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે.

* કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે જે માદા કોયલને પ્રેમ કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે.

* દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે. એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી.

* વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે. તેનો દેખાવ મોરનાં પીંછા જેવો છે, તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે. પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.

* દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી.

છે ને જાણવા જેવી વાત??????

                                                                                     — સંકલિત

                                      ૐ નમઃ શિવાય