આત્મસુખ

                                             આજે ચૈત્ર વદ એકમ

આજનો સુવિચાર:- જેમને આંતરિક શાંતિ પ્રાપ્ત થઈ ગઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.                                                        –યોગવશિષ્ઠ

 

                                                  આત્મસુખ

         એક વાડીની અંદર એક આંબો અને એક આસોપાલવનું ઝાડ બાજુબાજુમાં હતાં. સમય અને ઋતુઓના આવન-જાવન સાથે ગ્રીષ્મ ઋતુમાં આંબાના ઝાડમાં કેરીનો પાક શરૂ થાય ત્યારે બાળકો આંબાના ઝાડને ઈંટોના ઢેખારા તેમ જ નાના પથ્થરો મારી મારીને કેરીઓ તોડવાનું શરૂ કરી દેતા હતાં. છોકરાઓ જ્યારે આંબાને મારતા ત્યારે આસોપાલવના ઝાડને મઝા પડતી. આંબાનું વૃક્ષ માર ખાય ત્યારે પોતાને ખૂબ નસીબદાર માનતું અને આંબા માટે દયા આવતી.

       એક દિવસ તેણે આંબાને કહ્યું,’જ્યારે જુઓ ત્યારે કોઈ ને કોઈ તમને પથ્થર મારીને કેરી તોડતું જ રહે છે, ત્યારે તમને બહુ જ પીડા થતી હશે.’ એનાં કરતાં કેરી ઊગતી ન હોય તો કેવું સારૂં ? આ વાત સાંભળીને આંબાના વૃક્ષે કહ્યું,’ એવું ન કહે, મારી ડાળીઓ પર કેરી ઊગે છે એનાંથી મને બહુ ખુશી થાય છે. આ જ કેરીને કારણે તો બાળકો તેના ઊગવાની રાહ જુએ છે અને ઊગે ત્યારે મારી પાસે આવે છે, તેનાથી મને બહુ ખુશી થાય છે.’

           આસોપાલવ કહે,’ પણ એમાં તને શો ફાયદો? કાયમ માર ખાતો રહે છે. મને તો કોઈ એક કાંકરી પણ મારે નહીં. તારા કરતાં હું ક્યાંય વધુ ખુશ છું. એ સાંભળી આંબાએ કહ્યું,’ તારી ડાળી પર કોઈ ફળ ઊગતા નથી એટલે તને એનો આનંદ નહીં સમજાય.’ જેની પાસે કંઈક હોય એ જ બીજાને આપી શકે અને એજ તેનો ધર્મ છે. કંઈક આપવાથી આત્મસુખ મળે છે અને જો તમે આનંદથી આપતા હો તો તેમાં કોઈ પ્રકારની પીડા કે દુઃખ થતાં નથી.’ આ વાતનો જવાબ આસોપાલવ પાસે નહોતો અને તેથી તેણે આંબાને ધન્યવાદ આપ્યા.

          આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.

                                                                                                                     — સંકલિત

                                               ૐ નમઃ શિવાય

6 comments on “આત્મસુખ

 1. આપણી પાસે ભગવાને જે કંઈ પણ આપ્યું હોય તેમાંથી બીજાને તેની જરૂર મુજબ આપવાથી આપણને આનંદ મળે છે અને સાથે સાથે આત્મસુખ પણ મળે.

  NICE ! Neelaben !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see for Health Post on Chandrapukar !

  Like

 2. વૃક્ષમાં પણ જીવ છે. તેને પણ લાગણીઓ છે. આપણે તેને દુ:ખ ન પહોંચાડવું જોઈએ. સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ તરફ ભોગદૃષ્ટિએ ન જોતાં ભાવદૃષ્ટિએ જોવું જરુરી છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s