વીણેલાં મોતી

આજે ચૈત્ર વદ ત્રીજ 

આજનો સુવિચાર:- લક્ષ્મી અતિગુણવાન પાસે રહેતી નથી તેમ અતિશય ગુણહીનની       પાસે પણ રહેતી નથી.  – વિદૂરનીતિ

                                      વીણેલાં મોતી

                                   મંગલ મંદિર ખોલો

જે જીવિત મનુષ્ય છે તેનું લક્ષણ એ છે કે તે રોજ તાજો રહેશે. ઉપનિષદમાં કહ્યું છે-

અન્યત નવતરં કલ્યાણ તરે રૂપમ

કાલથી આજ વધુ નવીન અને કલ્યાણકારી રૂપ મળવું જોઈએ. બાઈબલમાં કહ્યું છે કે, ‘Put on the new man’ નવો મનુષ્ય પહેરી લો ! પરંતુ આપણે તે ઓળખતા નથી. એટલે નથીઆપણે નવા બનતા કે ન આપણી આસપાસના સાથીદારો નવા બની રહ્યા છે તે માનતા. જૂના રાગદ્વેશ, પૂર્વગ્રહ વગેરે કાયમ રાખીએ છીએ. આપણે એ બધું છોડવું જોઈએ ને ઓળખવું જોઈએ કે ઈશ્વર અત્યંત વેગથી કામ કરી રહ્યો છે ને આપણા સૌમાં પરિવર્તન લાવી રહ્યો છે. પ્રત્યેક પ્રભાતે સૃષ્ટિ નવું રૂપ ધારણ કરે છે. મનુષ્યે પણ હંમેશા તાજા બનવું જોઈએ.

                                                          — વિનોબા ભાવે

                                               રોજનીશીના ઊઘડતાં દ્વારે

 
            ”જ્યારે મેં સાધનાના હેતુથી પ્રયાસ કરવાનું શરૂં કર્યું, ત્યારે વહેલી સવારે ઊઠીને હું સંકલ્પ કરતો કે આજના મંગલ પ્રભાતે હું એક શુભ સંકલ્પ કરું છું. દિવસ આખો તે સંકલ્પ મુજબ સાધનામાં લાગી જતો. સાંજ વેળાએ તેને ભગવત્ચરણોમાં સમર્પિત કરી  દઈ રાત્રે સૂવાને માટે જાઉં છું’ એ ભાવથી સૂઈ જતો. આ અભ્યાસ આજે પણ એવો જ ચાલુ છે. એક સંકલ્પ, બે – સાધના . ત્રણ – સમર્પણ ને ચાર – સમાધિ – આ દિવસભરનો, ચોવીસ કલાકનો મારો કાર્યક્રમ રહ્યો છે.”     

                                                                       — વિનોબા ભાવે 

સૌજન્ય:- પ્રેમમૂર્તિ શશીભાઈ

લેખક:- શ્રી ભગેશભાઈ કડકિયા

                                                            ૐ નમઃ શિવાય