આજે ચૈત્ર વદ નોમ
આજનો સુવિચાર:- એવું ન માનતા કે જીત જ સર્વસ્વ છે, વધુ મહત્વ એ વાતનું છે કે તમે કોઈ આદર્શ માટે સંઘર્ષ કરો છો. જો તમે આદર્શ પર મક્કમ નહિ રહો શકો તો જીતશો શું ? — લેન કર્કલેંડ
[વૈશાલીબહેન શાહની પસંદગી પર લસણિયા બટાટાને રેસિપી મુકવામા આવી છે.]
લસણિયા બટાટા
સામગ્રી:-
1] 1 કપ ચણાનો લોટ
2] ¼ ચમચી હળદર
3] 2 ચમચા તેલ
4] ¾ ચમચી લાલ મરચું
5] ½ કપ દહી
6] લસણની 10 કળી [કાપેલી]
7] 1 ચમચી જીરુ
8] 2 ચમચી ધાણાજીરુ
9] 300 ગ્રામ બેબી બટાટા
10] 1 મોટો ચમચો સમારેલી કોથમીર
11] ½ ચમચી ગરમ મસાલો
12] તળવા માટે તેલ
13] સ્વાદાનુસાર મીઠું
રીત:-
* બટાટાને ધોઈને વચ્ચે કાપો મુકો [અડધા ન થાય તેનું ધ્યાન રાખવું]
* એક કઢાઈમાં તેલ મૂકી ગરમ કરી આ બટાટાને મિડિયમ આઁચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
* બીજી કઢાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરુ ગરમ કરો.
* જીરુ ગરમ થયે [જીરુ તડતડ નહીં થાય] તેમાં લસણ ઉમેરી થોડીવાર સાંતળો.
* ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે થોડીવાર શેકો.
* ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો.
* ત્યારબાદ તે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી તેમાં દહીં અને થોડું પાણી ભેળવી સારી રીતે મિક્સ કરો.
* તેમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો.
* તેને ફરીથી ગેસ પર મૂકી થોડીવાર સાંતળો.
* હવે તેમાં કોથમીર અને તળેલા બટાટા ઉમેરી થોડીવાર ધીમી આઁચે સાંતળો.
* પીરસતી વખતે વધેલી કાપેલી કોથમીરથી શણગારો.
![2327161266_e5f31c26a4[1]](https://shivshiva.files.wordpress.com/2010/04/2327161266_e5f31c26a41.jpg?w=300&h=231)
વડા પાઁવ
સામગ્રી:-
1] 6 થી 8 મિડિયમ સાઈઝના બાફેલા બટાટા
2] જોઈતા પ્રમાણમાં પાઁઉભાજીના પાઁઉ
3] લસણની ચટણી અથવા કોથમીરની લીલી ચટણી
મસાલાની સામગ્રી:-
2] સ્વાદાનુસાર મીઠું
3] નાનો ટુકડો આદુ
4] 4 થી 5 કળી લસણ
5] 4 થી 5 લીલા મરચા
6] ½ કપ સમારેલી કોથમીર
7] 2 ચમચી તેલ
8] વઘાર માટે ½ ચમચી રાઈ
9] મીઠા લીમડાના પાન
વડા તળવા માટેની સામગ્રી:-
1] 2 કપ ચણાનો લોટ
2] 1 ચમચી હળદર
3] સ્વાદાનુસાર મીઠું
4] તળવા માટે તેલ
રીત:-
1] આદુ, મરચા અને લસણની પેસ્ટ બનાવો.
2] બાફેલા બટાટાનો છુંદો કરો
3] આ બટાટામાં આદુ, મર્ચા અને લસણની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું અને સમારેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો.
4] આ મિશ્રણમાં તેલ, રાઈ, હળદર અને લીમડાનો વઘાર કરી તેનાં ગોળા બનાવો..
5] હવે ચણાનાં લોટમાં મીઠં, હળદર અને લાલ મરચું ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરો. તે વધારે જાડું અથવાતો વધારે ઢીલું પણ ન થાય.
6] એક કઢાઈમાં આ વડા તળવા તેલ ગરમ કરો.
7] આ ચણાનાં લોટની પેસ્ટમાં બટાટા વડાનાં ગોળા ડૂબાડી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળો.
વડા પાઁઉ પીરસતા પહેલા પાઁઉને વચ્ચેથી કાપો. બે ભાગ અલગ ન થાય તેનું ધ્યાન રાખી વચ્ચે લસણની ચટણી અથવા કોથમીરની ચટણી લગાડી તેની ઉપર આ તળેલા વડા મૂકો.
ૐ નમઃ શિવાય
Like this:
Like Loading...