આજે ચૈત્ર વદ એકાદશી [શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ]
આજનો સુવિચાર:- બીજાઓએ શું કરવું જોઈએ તે કહેવું સહેલું છે, આપણે શું કરવું જોઈએ – તે કરવું મુશ્કેલ છે.
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ
[ભજન સાંભળવા અહીં ક્લિક કરો.]
[આજે શ્રી વલ્લ્ભાચાર્યજીના પ્રાગટ્ય નિમિત્તે આ ભજનની રજુઆત કરવામાં આવી છે. ]
સ્વર:- ફાલ્ગુની પાઠક
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ
પડ્યું તમારું કામ રે
હરતા ફરતા હૈયામાં ધરીયું
શ્રી મહાપ્રભુજીનું નામ રે
સેવા ને ધર્મનો ઝંડો ફરકાવિયો
ઝંડો ફરકાવિયો [2]
શ્રી કૃષ્ણઃ શરણં મમ મંત્ર ગજાવીયા
મંત્ર ગજાવીયા [2]
અગ્નિમાં અવતરીયા ને
બનાવ્યા ચંપારણ યાત્રાનું ધામ રે
હરતા ફરતા હૈયામાં ધરીયું શ્રી મહાપ્રભુજીનું નામ રે.
— આવો શ્રી વલ્લભ..
ભાગવત ને ગીતાનો સાર સમજાવીયો
સાર સમજાવીયો [2]
પુષ્ટિમારગનો મહિમા વધારીયા
મહિમા વધારીયા [2]
તમારી સંગાથે આજે અમારે કરવા છે યમુના પાન રે
હરતા ફરતા હૈયામાં ધરીયુ શ્રી મહાપ્રભુજીનું નામ રે
— આવો શ્રી વલ્લભ …
જે શ્રી કૃષ્ણ બોલતા ને સૌને બોલાવતા
સૌને બોલાવતા [2]
શાંતિને ચરણે રાખો શ્રી નાથજી આપો દરશનનાં દાન રે
હરતા ફરતા હૈયામાં ધરીયુ શ્રી મહાપ્રભુજીનું નામ રે
— આવો શ્રી વલ્લભ ….
જૈ શ્રી કૃષ્ણ
આ વાંચીને આજે મમ્મીની યાદ આવી ગઇ..તેમને આ ગાતા ઘણીવાર સાંભળ્યા હતા..
આજે આંખો અને મન બંને ભીના ભીના….
LikeLike
સુંદર ભજન અને ફાલ્ગુની બનેનો મધુર સ્વર
અને શ્રીમદ વલ્લભાચાર્ય નાં એટલા જ ભક્તિસભર
સંભારણાં અને મહા આશિષ.
આભાર..નિલાબેન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike