કીચન ટીપ્સ

                                      આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:-  અમુક ઉંમર પછી શરીર વધતું નથી ફક્ત પેટ વધે છે. 
                                                                  — ગુણવંત શાહ

                                              કીચન ટીપ્સ

*   મેથીના પરોઠા બનાવતી વખતે તેમાં થોડું દહીં નાખવાથી પરોઠા મુલાયમ બનશે.

*   અથાણાં ભરવાની બરણીને બરાબર ધોઈ, કોરી કરી તડકામાં એકાદ દિવસ સૂકવવાથી બારે માસ ભરવાનાં અથણા બગડશે નહીં.

*   ફાટેલા દૂધનું પાણી ફેંકી ન દેતા તેનાંથી ચાંદીનાં વાસણ કે ઘરેણા ધોવાથી તે ચમકીલા બનશે.

*   લીંબુની છલ કે આમલીથી પિત્તળના વાસણો સાફ કરવાથી પિત્તળ ચમકી ઉઠશે.

*   ઘી બનાવ્યા બાદ તેનું કીટુ ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરીવાળા શાકમાં લેવાથી તેની સોડમ અને સ્વાદ વધી જશે.

*   પોટેટો ચીપ્સ કે બટાટાની કાતરી બનાવતી વખતે તેમાં એક ચપટી ફટકડી ભેળવવાથી ચીપ્સ અને કાતરી સફેદ બનશે.

*   કોથમીરની ઝૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી કલાકમાં તાજી થઈ જશે.

*   ફૂદીનાનો  રસ પીવાથી અજીર્ણની ફરિયાદમાં રાહત થશે

*   ભેળમાં થોડાં તળેલાં શીંગદાણા અથવા ખારી શીંગ નાખવાથી ભેળ સ્વાદિષ્ટ લાગશે.

*   બાફેલા બટાટા વધ્યા હોય તો છાલ સાથે રેફ્રિજરેટરમાં મૂકવાથી જલ્દી બગડતાં નથી.

*   દાળ-શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુ નીચોવી દેવું જેથી ખારાશ ઓછી થઈ જશે.

*   પુલાવમાં તળેલા કાંદા અને કેપ્સીકમની ચીરીઓ નાખવાથી પુલાવ સ્વાદિષ્ટ બનશે.

*   તુલસીના પાંચ- છ પાનને ચાવવાથી મુખમાના છાલામાં રાહત રહેશે.

*   ખાલી પેટ ટામેટા પર મીઠું-મરી ભભરાવી ખાવાથી પેટમાંનાં કૃમિનો નાશ થશે.

*   તડકામાં લસણની કળી સૂકવવાથી તેનાં ફોતરા જલ્દી નીકળી જશે.

                                                                                   સૌજન્ય:- સહિયર

                                       ૐ નમઃ શિવાય

One comment on “કીચન ટીપ્સ

  1. ખૂબ સરસ ટિપ્સ
    હવે …
    સૂયૉ પેલેસ દ્વારા અત્યાધુકિ કીચન ઈકવીપમેન્ટ બાલગોકુલમ્ માટે ફાળવવામાં આવશે, જેથી બાળકોને ઉચ્ચ કવોલિટેડ ફુડ મળી શકે. થ્રી સિંક સ્ટરીલાઈઝિંગ યુનિટ, સોલિડ ડશિ કલેકટિંગ ટ્રોલી, બલ્ક કુકર, યુનિવર્સલ સ્ટીમર, ટુ બર્નર ગેસ રેન્જ, બલ્ક ફ્રાયર, ચપાતી પ્લેટ પફર, વેઈટ સ્કેલ(ઈલેકટ્રોનિક), સ્ટોરેજ રેક(ફોર શેફ) કીચન યુટિલિટી ટ્રોલી અને વોટર કૂલર જેવા ઈકવીપમેન્ટ આપવામાં આવશે. જ્યારે, કે એકઝોસ્ટ હુડ ફોર બલ્ક કુકર, ટીટલિંગ પેન, ડોસા પ્લેટ, ટુ બર્નર ગેસ રેન્જ, બલ્ક ફ્રાયર અને ચપાટી પ્લેટ પફર જેવા એકઝોસ્ટ સિસ્ટમ પણ વસાવવામાં આવશે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s