પુરુષોત્તમ માસ

                        આજે અધિક વૈશાખની એકમ


આજનો સુવિચાર
:- શબદ ઐસા બોલિયે, મનકા આપા ખોય
                                     ઔરન કો શીતલ કરે, આપ હું શીતલ હોય


આજ થી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે.

પુરુષોત્તમ વ્રત એ પ્રભુના પરમધામનો પ્રસાદ છે.
પુરુષોત્તમ વ્રત એ પાપીઓને તારનારી દૈવી નૌકા છે.
પુરુષોત્તમ વ્રત એ અંધકારે અથડાતા આત્માનો પ્રકાશ છે.
પુરુષોત્તમ વ્રત ભવસાગરમાં ભૂલા પડેલા જીવનું હોકાયંત્ર છે.
પુરુષોત્તમ વ્રત એ રંક અને રાયનું એકસરખું ભાથું છે.

આપણા હિન્દુ પંચાંગમાં સૌર અને ચાંદ્ર વર્ષોનો મેળ બેસાડવા દર 32 ચાન્દ્રમાસ, 16 દિવસ અને 4 ઘડીએ એક વધારાનો અધિક માસ ઉમેરવામાં આવે છે. આ અધિક માસનું બીજું નામ ‘પુરુષોત્તમ માસ’ છે. જે પુરુષોત્તમ ભગવાનના નામ સાથે સંલગ્ન છે.લગભગ ત્રણ વર્ષે આવતો આ ‘પુરુષોત્તમ માસ’ ભક્તના હૃદયમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ભક્તિમાં અપાર ઉમેરો કરનારો પવિત્ર મહિનો છે. આ માસ દરમિયાન આવતી બે અગિયારસ, પૂનમ અને અમાસના દિવસે સમુદ્ર અથવાગંગા, યમુના, નર્મદા જેવી પવિત્ર નદીમાં અથવા તો પ્રયાગના સંગમતીર્થમાં સ્નાન કરવા લાખો ભક્તો ઉમટે છે. આ પવિત્ર માસ દરમિયાન ભાગવતકથા શ્રવણનો અપાર મહિમા પુણ્યદાયક છે.

પૌરાણિક કથા મુજબ તિથિની વધઘટને કારણે દર ત્રણ વર્ષે બાદ એક નવો મહિનો ઉદભવે છે જેમાં સૂર્ય કોઈ રાશિથી સંક્રાંતિ કરતો નથી. તેથી સદીઓ પહેલા તે માસ ‘મળ માસ’ કહેવાતો. લોકો આ માસની અવગણના કરતા અને લોકો આ મહિનો પૂરો થવાની રાહ જોતા. જેથી આ અધિક માસ વૈકુંઠમાં નારાયણ ભગવાન પાસે ગયા અને પોતાની ગણના ‘મળ માસ’ તરીકે દૂર થાય તેવી માંગણી કરી. પ્રભુને દયા આવી અને જણાવ્યું કે દ્વાપર યુગમાં મારા કૃષ્ણાવતાર વખતે મળજે. ભગવાનનાં કૃષ્ણાવતાર વખતે અધિક માસ પ્રભુને મળ્યા અને તેમની સ્તુતિ કરતા કહ્યું આપ પૂર્ણ પુરુષોત્તમ છો મને બચાવો. પ્રભુએ તેમની વિનંતી સાંભળીને કહ્યુ હું પૂર્ણ પુરુષોત્તમ છું તેથી તમને મારું નામ આપું છું. આ મહિના દરમિયાન ભલે શુભ કાર્ય નહિ થાય પરંતુ મારી ભક્તિ અને અનુષ્ઠાન પુણ્ય કાર્ય ભક્તોને અનેકગણું પુણ્ય ફળ આપશે. આમ અધિક માસ પવિત્ર અને અનેકગણું પુણ્ય આપનાર પુરુષોત્તમ માસ તરીકે ઓળખાયા.

આ માસ દરમિયાન ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ અથવા ‘ૐ વિષ્ણવે નમઃ’ના જાપ ઉત્તમ ફળ આપે છે.

                                              ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “પુરુષોત્તમ માસ

 1. ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’ ૐ નમો ભગવતે વાસુદેવાય’

  ‘ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.ૐ વિષ્ણવે નમઃ’.

  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય
  ૐ નમઃ શિવાય

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s