આજે અધિક વૈશાખ સુદ સાતમ
આજનો સુવિચાર:- આદર્શવિહોણું જીવન એટલે મૃત્યુ. આદર્શહીન જીવન અને મૃત્યુમાં કોઈ ફરક નથી. — શ્રી પ્રણવાનંદજી
પંખી અને ટહુકો
એ ક્યાં અણછાજતો બનાવ છે ?
ટહુકો તો પંખીનો વાદળી સ્વભાવ છે.
પંખી છે એક એવો ઝળહળતો સૂરજ કે છે જેનો ટહુકો ઉજાસ
પંખી તો એવું મંદિર છે કે જેમાં ટહુકો નામે દેવતાનો વાસ
પંખી ધરમૂળથી ઉડાઉ છે
ટહુકાઓ વેડફાતા પંખીનો પોતે કુબેર હોય એવો વર્તાવ છે
ટહુકાની ભાષામાં પંખી કરે છે આભ સાથેના ઉત્સવની વાત
પખી છે એક એવું દર્પણ કે જેમાં પોતાનું મ્હોં જુએ પ્રભાત
પંખી એક એવો પડાવ છે
જ્યાં જઈ પૂગો તો લાગે કે પંખી તો ટહુકાનું સેંજળ તળાવ છે !
— શ્રી રમેશ પારેખ
ૐ નમઃ શિવાય
રપાનું પ્રસંગોચિત મધુરું ગીત
યાદ
પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.
તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.
LikeLike
પંખી એક એવો પડાવ છે
જ્યાં જઈ પૂગો તો લાગે કે પંખી તો ટહુકાનું સેંજળ તળાવ છે !
— શ્રી રમેશ પારેખ
Enjoyed the beauty of thoughts.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
વાહ …..ર.પા. એટલે ફાટફાટ રચનાત્મક કવિકર્મ. નવા નક્કોર કલપનો અને અર્થગર્ભિત સંવેદનો.
LikeLike
એ ક્યાં અણછાજતો બનાવ છે ?
ટહુકો તો પંખીનો વાદળી સ્વભાવ છે….
RameshParekh’s Rachana is wonderful !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Neelaben Not seen you on Chandrapukar lately..hoping to see you soon !
LikeLike