નમો નારાયણ

                              આજે અધિક વૈશાખ વદ એકમ

આજનો સુવિચાર:- નિંદા કરનાર જ નહી પણ સાંભળનાર પણ પાપનો ભાગીદાર બને છે.

નમો નારાયણ

ગંગા કાંઠે ખેતર રે નમો નારાયણ
વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય

કૃષ્ણજીએ ખેતર ખેડ્યા રે નમો નારાયણ
ખેડી છે કાશીની ભોમ, હરિહર વાસુદેવાય

કૃષ્ણજીએ ખેતર વાવિયાં રે નમો નારાયણ
વાવ્યાં છે જવ ને તલ, હરિહર વાસુદેવાય

કૃષ્ણજીએ સાથીડા રાખીયા રે નમો નારાયણ
રાખ્યા છે અર્જુન-ભીમ હરિહર વાસુદેવાય

ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ
દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય

ધર્મ ને પાપ બે તાળિયાં રે, નમો નારાયણ
ત્રાજવાં ત્રિકમને  હાથ, હરિહર વાસુદેવાય

ધર્મનો છાબડો ઉપાડ્યો રે, નમો નારાયણ
પાપનો ગયો છે પાતાળ, હરિહર વાસુદેવાય

ધર્મીને વૈકુંઠ ઢૂંકડું રે નમો નારાયણ
પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય

ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ
કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદ્એવાય

હરિએ દ્વાર ઉઘાડિયાં રે, નમો નારાયણ
આવ્યો છે સંતોનો સાથ,  હરિહર વાસુદેવાય

બેસો ભાઈઓ અને બેસો બેનડી રે, નમો નારાયણ
સુણો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય

મીઠાં છે સ્વર્ગનાં દ્વાર, નમો નારાયાણ
ગાય શીખે ને સુણે સાંભળે રે, હરિહર વાસુદેવાય
તેનો હોજો વૈકુંઠમાં વાસ, નમો નારાયણ

ૐ નમઃ શિવાય