આજે અધિક વૈશાખ વદ એકમ
આજનો સુવિચાર:- નિંદા કરનાર જ નહી પણ સાંભળનાર પણ પાપનો ભાગીદાર બને છે.
નમો નારાયણ
ગંગા કાંઠે ખેતર રે નમો નારાયણ
વાવજો જમણે હાથ, હરિહર વાસુદેવાય
કૃષ્ણજીએ ખેતર ખેડ્યા રે નમો નારાયણ
ખેડી છે કાશીની ભોમ, હરિહર વાસુદેવાય
કૃષ્ણજીએ ખેતર વાવિયાં રે નમો નારાયણ
વાવ્યાં છે જવ ને તલ, હરિહર વાસુદેવાય
કૃષ્ણજીએ સાથીડા રાખીયા રે નમો નારાયણ
રાખ્યા છે અર્જુન-ભીમ હરિહર વાસુદેવાય
ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ
દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય
ધર્મ ને પાપ બે તાળિયાં રે, નમો નારાયણ
ત્રાજવાં ત્રિકમને હાથ, હરિહર વાસુદેવાય
ધર્મનો છાબડો ઉપાડ્યો રે, નમો નારાયણ
પાપનો ગયો છે પાતાળ, હરિહર વાસુદેવાય
ધર્મીને વૈકુંઠ ઢૂંકડું રે નમો નારાયણ
પાપીને વેગળું દૂર, હરિહર વાસુદેવાય
ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ
કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદ્એવાય
હરિએ દ્વાર ઉઘાડિયાં રે, નમો નારાયણ
આવ્યો છે સંતોનો સાથ, હરિહર વાસુદેવાય
બેસો ભાઈઓ અને બેસો બેનડી રે, નમો નારાયણ
સુણો કલજુગડાની વાત, હરિહર વાસુદેવાય
મીઠાં છે સ્વર્ગનાં દ્વાર, નમો નારાયાણ
ગાય શીખે ને સુણે સાંભળે રે, હરિહર વાસુદેવાય
તેનો હોજો વૈકુંઠમાં વાસ, નમો નારાયણ
ૐ નમઃ શિવાય
નમો નારાયણ
ૐ નમઃ શિવાય
LikeLike
દીદી .. ભારત યાદ આવી ગયું … શ્રી અધિક્માસમાં સવારે પૂજા કરીને સહુ સંગાથે ખેતરખેડવાની મજા જ કૈક અનેરી હોય છે …!!!
LikeLike
વાહ…..
ધર્મની કેડી સાંકડી અને કૂંચી હરિને હાથ…………….આ બહુ ગમ્યું.
જિંદગીમાં જો આ એક સત્ય ગળે ઉતરી જાય તો બેડો પાર થઈ જાય, પણ…….
શિવાય નમઃ
LikeLike
હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે
ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે
હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે
રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે
તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે
સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે
અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
LikeLike
Nice bhajan in Adhikmaas.
NAMO NARAYAN
LikeLike
ધર્મની શેરી સાંકડી રે, નમો નારાયણ
કૂંચી છે કેશવને હાથ, હરિહર વાસુદ્એવાય
… ……
ખેતરે ખેતરે બળદિયા રે, નમો નારાયણ
દાસ રણછોડને હાથ, હરિહર વાસુદેવાય
very nice .khuba ja gamyu.
Ramesh Patel(Aakashdeep)
LikeLike