આજે નિજ વૈશાખ સુદ તેરસ [ચૌદસ ક્ષય – નૃસિંહ ચૌદસ]
આજનો સુવિચાર:- ચારિત્ર્યનું નિર્માણ કરવું અને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. — દી. ગ્રીન
શ્રદ્ધા રાખી જીવંત શ્રીજીના દ્વારા ખખડાવવા જોઈએ,
છે જ ઈશ્વરને અતિ નિકટ છે. સમજણ જોઈએ,
નિરંતર નિરખી રહ્યો છે, સાધકની દિનચર્યાને,
વાત કરતા આ સમજથી, પ્રતિસાદ અહર્નિશ પામશે.
—————————————————–
સાધકે ચિત્તશુદ્ધિ કાજે, સઘળુ અહીં ત્યજવું પડે,
ગણા-અણગમા, આગ્રહો, આસક્તિઓ ત્યજવી પડે,
કામિની, કાંચનને કીર્તિની કામના કદી કરાય ના પૂર્વગ્રહ,
પક્ષપાત્, મમત્વ ને લોકાચાર ત્યજવા પડે.
——————————————————
કેવા કેવા રૂપો લઈ, વાસનાઓ આવે જીવનમાં?
ઉચ્ચ હોય કે નીચ હોય પણ અંતે તો છે સૌ વાસના,
માનવી નિજસંગ એકાંતે, રહી શકે ના ક્ષણભર,
મન નચાવે કઠપૂતળી જ્યમ, સંયમિત ના જીવન આ
——————————————————–
હું સસીમ ને તું અસીમ, ક્યારે ને કેમ સીર્શીશ હું ?
ગમતા તને કામો-વિચારોના થકી તને આંબીશ હું,
વાગોળી સૌના ગુણો, પરદોષોનું ચિંતન ત્યજી,
ઈચ્છીને શુભ પ્રાણીમાત્રનું, નક્કી એક દિન પામીશ હું.
— સતીશચન્દ્ર પરીખ
[શ્રી ભગેશભાઈ કડકિઆ સંપાદિત પુસ્તક ‘પ્રેમમૂર્તિ શશીભાઈ’ના વિચારોને આધારિત]
ૐ નમઃ શિવાય