આજે વૈશાખ સુદ આઠમ
આજનો સુવિચાર:- મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનાં ચારિત્ર્ય, ટેવ અને જીવનને બદલી નાખે છે. – જેમ્સ એલન
ગુલાબ
માત્ર ખુશ્બૂ નહિ પરંતુ અનેક આરોગ્યપ્રદ ખાસિયતોથી ગુલાબ આપણી જિંદગીને તરબર કરી શકે છે.
• સ્નાનના પાણીમાં ગુલાબની પાંદડીઓ દસ મિનિટ પલાળી રાખી એ પાણીથી સ્નાન કરવાથી ત્વચા તાજગી અનુભવશે.
• ગુલાબની તાજી પાંદડીઓને વાટી તેની પેસ્ટ બનાવી હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થશે. આ પ્રયોગ નિયમિત કરવાથી ફાયદો થાય છે.
• ગુલાબની તાજી પાંદડીઓમાં ખડી સાકરનો ભૂક્કો ભેળવી એક બૉટલમાં ભરી રેફ્રિજરેટરમાં રાખવું. રોજ સવારે એક ચમચો ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
• ગુલાબમાંથી બનેલું ગુલાબજળ સખત ત્વચા માટે ઉપયોગી છે. તેનાથી ત્વચા મુલાયમ બનાવશે.
• તલના તેલમાં ગુલાબનો અર્ક ભેળવી રુક્ષ ત્વચાપર માલિશ કરવાથી ત્વચા મુલાયમ થશે. આ એક ઉત્તમ હર્બલ મસાજ છે.
• એક ચમચો મધ, થોડું ગુલાબજળ તથા થોડાં ટીપાં ગ્લિસરિન ભેળવી રોજ લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા મુલાયમ રહેશે તેમજ ચમકીલી થશે.
• ચંદન તથા ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર વીસ મિનિટ લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે.
• ઠંડા કરેલા ગુલાબજળથી ચહેરો સાફ કરવાથી ખૂલેલા રોમછિદ્રો બંધ કરે છે. તેમજ ચહેરાનું વધારાનું તેલ શોષી લે છે.
• ખીરાનો રસ, લીંબુનો રસ અને ગુલાબજળ સપ્રમાણમાં લઈ ચહેરા અને ગરદન પર લગાડવાથી ત્વચા નીખરે છે.
• કાચા દૂધમાં લાલ ગુલાબની પાંદડી વાટી થોડું મધ ભેળવી ગાલ પર લગાડવાથી ગાલની લાલી અને આભા જળવાઈ રહે છે.
• ત્વચા વધુ પડતી ચીકણી હોય તો એક ઈંડાની સફેદીને પાણીમાં બરાબર ભેળવી તેમાં અડધા લીંબુનો રસ અને ગુલાબજળના થોડાંક ટીપાં ભેળવી ચહેરા પર લગાડવાથી ચહેરો નીખરી ઉઠશે.
— સંકલિત
ૐ નમઃ શિવાય