આજે વૈશાખ સુદ આઠમ
આજનો સુવિચાર:- મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનાં ચારિત્ર્ય, ટેવ અને જીવનને બદલી નાખે છે. – જેમ્સ એલન
ગુલાબ
માત્ર ખુશ્બૂ નહિ પરંતુ અનેક આરોગ્યપ્રદ ખાસિયતોથી ગુલાબ આપણી જિંદગીને તરબર કરી શકે છે.
• સ્નાનના પાણીમાં ગુલાબની પાંદડીઓ દસ મિનિટ પલાળી રાખી એ પાણીથી સ્નાન કરવાથી ત્વચા તાજગી અનુભવશે.
• ગુલાબની તાજી પાંદડીઓને વાટી તેની પેસ્ટ બનાવી હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થશે. આ પ્રયોગ નિયમિત કરવાથી ફાયદો થાય છે.
• ગુલાબની તાજી પાંદડીઓમાં ખડી સાકરનો ભૂક્કો ભેળવી એક બૉટલમાં ભરી રેફ્રિજરેટરમાં રાખવું. રોજ સવારે એક ચમચો ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
• ગુલાબમાંથી બનેલું ગુલાબજળ સખત ત્વચા માટે ઉપયોગી છે. તેનાથી ત્વચા મુલાયમ બનાવશે.
• તલના તેલમાં ગુલાબનો અર્ક ભેળવી રુક્ષ ત્વચાપર માલિશ કરવાથી ત્વચા મુલાયમ થશે. આ એક ઉત્તમ હર્બલ મસાજ છે.
• એક ચમચો મધ, થોડું ગુલાબજળ તથા થોડાં ટીપાં ગ્લિસરિન ભેળવી રોજ લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા મુલાયમ રહેશે તેમજ ચમકીલી થશે.
• ચંદન તથા ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર વીસ મિનિટ લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન કરે છે.
• ઠંડા કરેલા ગુલાબજળથી ચહેરો સાફ કરવાથી ખૂલેલા રોમછિદ્રો બંધ કરે છે. તેમજ ચહેરાનું વધારાનું તેલ શોષી લે છે.
• ખીરાનો રસ, લીંબુનો રસ અને ગુલાબજળ સપ્રમાણમાં લઈ ચહેરા અને ગરદન પર લગાડવાથી ત્વચા નીખરે છે.
• કાચા દૂધમાં લાલ ગુલાબની પાંદડી વાટી થોડું મધ ભેળવી ગાલ પર લગાડવાથી ગાલની લાલી અને આભા જળવાઈ રહે છે.
• ત્વચા વધુ પડતી ચીકણી હોય તો એક ઈંડાની સફેદીને પાણીમાં બરાબર ભેળવી તેમાં અડધા લીંબુનો રસ અને ગુલાબજળના થોડાંક ટીપાં ભેળવી ચહેરા પર લગાડવાથી ચહેરો નીખરી ઉઠશે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
સારી અને ઉપયોગી માહિતી આપવા સુંદર કોશિશ કરેલ છે.
LikeLike
thanksss neela didi…aatlu badhi mahiti aapva maate…
LikeLike
સુંદર
માત્ર ખુશ્બૂ નહિ પરંતુ અનેક આરોગ્યપ્રદ …
+
તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.
કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..
ૐ નમઃ શિવાય
LikeLike
સરસ ઉપયોગી માહિતિ.
LikeLike
નીલાબેન,
કુદરતે આપણું કેટલું ધ્યાન રાખ્યું છે
એના અમુલ્ય ખજાનામાં તમામ સુખ,સમૃદ્ધિ અને તન-મનના સૌંદર્યને ભીતર-બહાર બન્ને રીતે નિખારવાના અનન્ય ઉપકરણ ઉપલબ્ધ રાખ્યા છે આપણા માટે…છતાં
પોતાને આધુનિક ગણવા અને ગણાવવા મથતો માણસ પર્યાવરણના અમુલ્ય વારસાને જાળવવાને બદલે આટીફિસીયલ ઉપકરણો પાછળ આંધળી દોટ મૂકી પોતાને અને કુદરતના એ અમુલ્ય ખજાનાની અસીમ કૃપાને અવગણી રહ્યો છે…!
સુંદર વાત દ્વારા તમે એ તરફ ધ્યાન દોર્યું છે – અભિનંદન.
LikeLike
સુંદર માહિતી .. આભાર દી..
LikeLike
ચંદન તથા ગુલાબજળ…ચહેરા નીખરે
સરસ ઉપયોગી માહિતિ..
Thanks for sharing.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
સુંદર અને ઉપયોગી માહિતી આપવા સારો પ્રયત્ન કરેલ છે જે અભિનંદન ને પાત્ર છે.
LikeLike
બેન શ્રી નીલાબેન,
આપનાં બ્લોગ પરથી હેલ્થ ટીપ્સ ની પોસ્ટ તેમજ અન્ય પોસ્ટ ની આપની પૂર્વ મંજુરી વિના અમારા ઉપરોક્ત બ્લોગ માં કોપી પેસ્ટ કરેલ હોઈ, આશા રાખું છું કે આપને તે માટે કશી તકલીફ નહિ હોઈ? જો હોઈ તો અમને જાણ્ કરવાથી સત્વરે દૂર કરી આપીશું.
આપનાં સહકાર ની અપેક્ષા સહ …
આપનો આભારી
LikeLike