‘પ્રેમમૂર્તિ શશીભાઈ’

                                                 આજે જેઠ વદ પાંચમ

 

આજનો સુવિચાર:- તમે યોગી બની શકો તો કાંઈ નહીં પણ જીવનમાં કોઈને ઉપયોગી બનવાનો પ્રયત્ન જરૂરથી કરી શકશો.

[શ્રી. ભગેશભાઈ કડકિયા સંપાદિત ‘પ્રેમમૂર્તિ શશીભાઈ’ પુસ્તકના વિચારોને આધારે]

મૃત્યુવેળા માનવી મન, વ્યક્તિ-વસ્તુમાં ના રહે.
ઈશનું શરણું રહે ને, માત્ર તેનું ધ્યાન રહે,
શિવ અને જીવમાત્ર બે હોય, જીવ શિવમાં મગ્ન હોય,
તો જ માનવ મૃત્યુ વેળા શાંતિમાં લીન રહી શકે.

****************************************************
પરમને જો હોય પામવો, ઘુંઘટ પટ ખોલવો પડે,
જાતે ઊભા કરેલા પડદાનો, પર્દાફાશ કરવો પડે,
જ્ઞાન, ભક્તિ, પંડિતાઈને ત્યાગના મહોરા ત્યજી,
અવિદ્યા, સંદેહ, આસક્તિના પડદાને છેદવો પડે.

****************************************************
માનવી લક્ષ્ય નિજ જીવન કેરૂં, જો નક્કી કરી શકે,
આચરણ કરતા સ્વધર્મનું, ઈશ સહાય યાચતો રહે,
ભાથુ લઈને હાથમાં, સંકલ્પથી રાહ જો ખેડે તો
શ્રીજીના અનુગ્રહ થકી એક દિન લક્ષ્ય પામી શકે.

****************************************************
આત્મદર્શન થાય તો ભાવ કર્તા ફેરો નષ્ટ થાય.
આત્માની અનુભૂતિ થાય તો વ્યક્તિભાવ લોપાઈ જાય.
આત્મા હોય તો જાણનાર કરનાર કોઈ જ હોય ના
આત્મા સાક્ષીરૂપ હોઈ સાક્ષીરૂપ હોઈ સાક્ષીભાવે જીવન જીવાય.

****************************************************

તલવારો બે એક મ્યાનમાં કોઈ કાળે ના રહી શકે.
સંસાર પ્રેમ ને ઈશ પ્રેમ પણ એક સાથે ના ટકી શકે
વૈરાગ્ય જેટલો સંસાર પ્રત્યે, અનુરાગ તેટલો ઈશને કાજ,
અનાથ માનવ પરમના આધાર વીણ જીવી ના જ શકે.

****************************************************

માતૃપ્રેમ ને કૃતજ્ઞતા, રોમ રોમ માહે રમ્યા કરે,
ખોય માનું નામ અહર્નિશ, માનવી ના લઈ શકે
ઈશનામ રટણ ભલેને, સર્વ સમયે લેવાય ના
હૈયામાં તો હરિસ્મરણ હંમેશનું હોવું જોઈએ.

                                                                            — સતીશચંદ્ર ભી. પરીખ

                                                                         — સૌજન્ય:- જ્યોતિપૂંજ

                                             ૐ નમઃ શિવાય

જીવનને વિરાટ બનાવો…..

                                      આજે જેઠ વદ ત્રીજ

આજનો સુવિચાર:- વ્યહવાર નથી બદલાતો, સંજોગ બદલાય છે. 
                                 માણસ નથી બદલાતો, તેનો અભિગમ બદલાય છે
                                 કોઈ ભીડની વચ્ચે જ્યારે કોઈની ખોટ વરતાય છે
                                 ત્યારે સંબંધની કિંમત સમજાય છે.

                                  જીવનને વિરાટ બનાવો…..

 
અકબરે એક વખત બિરબલને કહ્યું કે આ મારી લીટીને કાપકૂપ્યા વગર નાની બનાવી દો. સૌને વિચાર આવ્યો કે આ શક્ય નથ્ઈ. લીટીને ભૂંસ્યા વગર નાની કરાય જ કેમ? પણ બિરબલે નાની લીટીની પાસે બીજી નવી મોટી લીટી દોરી જેથી અકબરની દોરેલી લીટી આપોઆપ નાની દેખાવા લાગી.

આપણે જીવનમાં આનો બોધપાઠ લેવા જેવો છે. બીજાને નાના બનાવવાનું છોડી આપણે વિરાટ, મોટા બનવા મથવું જોઈએ. જો તમે બીજાને નાના બનાવવામાં રચ્યા પચ્યા રહેશો તો મોટા ક્યારે થશો? દુર્ગુણવાળા માણસને દુર્ગુણી ન કહો, માત્ર તમે વધુ સદગુણી બનો.. લોકો એ દુર્ગુણ અને સદગુણનો ભેદ બરાબર સમજી શકવાના છે; એને કાંઈ કહેવા જવાની જરૂર નથી. બીજાની નાનપ ન જુઓ; તમારું જીવન વિરાટ બનાવો.

                                                                                     — સૌજન્ય:- જન્મભૂમિ

                                            ૐ નમઃ શિવાય

કબીર ભજન

                           આજે જેઠ સુદ પૂનમ [વડ સાવિત્રી, કબીર જયંતી]

આજનો સુવિચાર:- મિત્રતા ધીરજથી કરો, પણ કર્યા પછી અચળ અને દ્રઢ બનીને નિભાવો.

સંત કબીર

ગુરુ બિના કૌન બતાવે બાટ
બડા વિકટ યમ ઘાટ
— ગુરુ બિના

ભ્રાંતિકી પહાડી નદિયા બિચ મોહ
અહંકારકી લાટ
બડા વિકટ યમ ઘાટ
— ગુરુ બિના

કામ ક્રોધ દો પરબત ઠાડે
લોભ મોહ સંઘાત
બડા વિકટ યમ ઘાટ
— ગુરુ બિના

મદ મત્સરકા મેહા બરસે
માયા પવન બહે ડાટ
બડા વિકટ યમ ઘાટ
— ગુરુ બિના

કહત કબીર સુનો ભાઈ સાધો
ક્યોં તરના યે ઘાટ
બડા વિકટ યમ ઘાટ
— ગુરુ બિના

‘કબીર’

ૐ નમઃ શિવાય

અજમાવી જુઓ

                                      આજે જેઠ સુદ તેરસ

આજનો સુવિચાર:- ખાવું તો તોળી તોળી, પીવું તો ઘોળી ઘોળી, સૂવું તો રોળી રોળી, એ જ ઓસડ ને એ જ ગોળી !

                                             અજમાવી જુઓ

* કેળાંને તાજા રાખવા એને એક ભીના કપડામાં બાંધી પ્લાસ્ટિકની થેલીમાં રાખો.

* ઘીમાં થોડીક ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો ને એવો જળવાઈ રહેશે.

* મોસંબી અને લીંબુનો રસ કાઢતાં પહેલાં એને ગરમ પાણીમાં અથવા ગરમ ઓવનમાં થોડીવાર રાખી પછી રસ કાઢવાથી રસ વધુ નીકળશે.

* છોલે બનાવતી વખતે પેસ્ટની સાથે બે ચમચી પલાળેલા કાચા છોલે વાટી એને ગ્રેવીમાં નાખો. ગ્રેવી જાડી થશે.

* મેથી અને બટાટાનાં પરાઠા બનાવવાનાં હોય ત્યારે લોટ બાંધતી વખતે તેમાં થોડોક ચણાનો લોટ નાખો. એનાથી પરોઠાંનો સ્વાદ બદલાઈ જશે.

* કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે.

* ઘણીવાર સમોસા કે ઘુઘરા તળતી વખતે ફાટી જતા હોય છે એને ટાળવા સમોસા કે ઘુઘરામાં સોયથી એક બે કાણા પાડી દો. તેનાથી માવો બહાર પણ નહીં આવે કે ફાટશે પણ નહીં.

* મસાલા પૂરી બનાવતી વખતે લોટમાં થોડું ગરમ ઘી અથવા તેલ મિક્સ કરવાથી પૂરીઓ કરકરી અને સ્વાદિષ્ટ બશે.

* દહીંવડાં બનાવવા માટે દાળને વાટતી વખતે એમાં બે બટાટા મસળીને નાંખશો તો દહીંવડાં પોચાં બનશે.

* પાલક અને રીંગણનું શાક વઘારતી વખતે તેલમાં થોડી રાઈ અને હિંગ નાખો અને ત્યારબાદ ડુંગળી નાખો. એનાથી સ્વાદ બદલાઈ જશે.

* ઈડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના દાણા નાખવા.

* રસાદાર શાકમાં શીંગદાણાનો ભૂક્કો નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે અને તેનો રસો ઘટ્ટ થશે.

                                                                                                       — સંકલિત

                                           ૐ નમઃ શિવાય

બારનો મહિમા

                             આજે નિજ વૈશાખ વદ છઠ્ઠ

આજનો સુવિચાર;- જિજ્ઞાસા બુદ્ધિનો સ્થાયી અને નિશ્ચિત ગુણ છે.

                                         બાર નો મહિમા

જેનું પ્રત્યેક સવારે સ્મરણ કરવામાં આવે તો બળ, બુદ્ધિ, ધન તેમજ તેજ વધે તેવા

સૂર્ય દેવતાના બાર નામો:-

1] પર્જન્ય    2] ત્વષ્ટા    3] અર્યમા    4] ઈન્દ્ર    5] અંશ    6] વિષ્ણુ    7] મિત્ર    8] વિસ્વાન 9] ભગ     10] ધાતા    11] વરુણ    12] પૂખા

બાર રાશિઓના નામ:-

1] મેષ    2] વૃષભ    3] મિથુન    4] કર્ક    5] સિંહ    6] કન્યા     7] વૃશ્ચિક    8] તુલા    9] ધન 10] મકર    11] કુંભ    12] મીન


બાર મહિનાનું એક વર્ષ:-

1] કારતક    2] માગશર    3] પોષ     4] મહા    5] ફાગણ    6] ચૈત્ર    7] વૈશાખ    8] જેઠ     9] અષાઢ     10] શ્રાવણ    11] ભાદરવો     12] આસો

શ્રી ગણેશજીના બાર નામ:-

1] સુમુખ    2] એકદંત    3] કપિલ    4] ગજકર્ણક    5] લંબોદર    6] વિકટો    7] વિઘ્નનાશો    8] વિનાયક    9] ધુમ્રકેતુ    11] ભાલચન્દ્ર    12] ગજાનન

શિવજીના બાર જ્યોતિર્લિંગ:-

1] સોમનાથ    2] મલ્લિકાર્જુન    3] મહાકાલેશ્વર    4] વિશ્વેશ્વર    5] ભીમાશંકર    6] રામેશ્વર 7] નાગેશ્વર    8] વૈદ્યનાથ    9] ત્ર્યંબકેશ્વર    10] ધુશ્મેશ્વર     11] કેદારેશ્વર     12] ૐકારેશ્વર

મેઘના બાર નામ:-

1] સુબુદ્ધિ    2] પૃથુશ્રવા    3] વિકર્તન    4] જલેન્દ્ર    5] નંદશાલી     6] વાસુકિ    7] સર્વદ     8] વજ્રદંષ્ટા    9] કન્યદ    10] તક્ષક    11] હેમશાલી    12] વિષપ્રદ

વાદળના બાર નામ:-

1] તંતુમેઘ    2] મધ્યરાશિમેઘ    3] સ્તરરાશિ    4] તંતુ રાશિ મેઘ    5] મધ્યસ્તરીય              6] સ્તર મેઘ    7] તંતુસ્તર મેઘ    8] વર્ષાસ્તરીય મેઘ    9] રાશિ મેઘ    10] ગર્જન્મેઘ       11] ધુર્ણાવાતિ    12] ચંદમેઘ

તુલસીના બાર નામ:-

1] તુળસ    2] તુલસીકા    3] તુલાશા    4] સુરસા    5] ગ્રામ્યા    6] સુલભા    7] સુભગા          8] તીવ્રા    9] યાવની    10] વિષ્ણુવલ્લભા     11] અમૃતા     12] કૃષ્ણા

                                                                                  —સંકલિત

  
                                         ૐ નમઃ શિવાય

 

હું નીલા કડકિયા કૈલાસ માનસરોવરની યાત્રા માટે 5 જૂને રવાના થાઉં છું તેથી હમણા થોડો વખત વિરામ.