જીવનને વિરાટ બનાવો…..

                                      આજે જેઠ વદ ત્રીજ

આજનો સુવિચાર:- વ્યહવાર નથી બદલાતો, સંજોગ બદલાય છે. 
                                 માણસ નથી બદલાતો, તેનો અભિગમ બદલાય છે
                                 કોઈ ભીડની વચ્ચે જ્યારે કોઈની ખોટ વરતાય છે
                                 ત્યારે સંબંધની કિંમત સમજાય છે.

                                  જીવનને વિરાટ બનાવો…..

 
અકબરે એક વખત બિરબલને કહ્યું કે આ મારી લીટીને કાપકૂપ્યા વગર નાની બનાવી દો. સૌને વિચાર આવ્યો કે આ શક્ય નથ્ઈ. લીટીને ભૂંસ્યા વગર નાની કરાય જ કેમ? પણ બિરબલે નાની લીટીની પાસે બીજી નવી મોટી લીટી દોરી જેથી અકબરની દોરેલી લીટી આપોઆપ નાની દેખાવા લાગી.

આપણે જીવનમાં આનો બોધપાઠ લેવા જેવો છે. બીજાને નાના બનાવવાનું છોડી આપણે વિરાટ, મોટા બનવા મથવું જોઈએ. જો તમે બીજાને નાના બનાવવામાં રચ્યા પચ્યા રહેશો તો મોટા ક્યારે થશો? દુર્ગુણવાળા માણસને દુર્ગુણી ન કહો, માત્ર તમે વધુ સદગુણી બનો.. લોકો એ દુર્ગુણ અને સદગુણનો ભેદ બરાબર સમજી શકવાના છે; એને કાંઈ કહેવા જવાની જરૂર નથી. બીજાની નાનપ ન જુઓ; તમારું જીવન વિરાટ બનાવો.

                                                                                     — સૌજન્ય:- જન્મભૂમિ

                                            ૐ નમઃ શિવાય

5 comments on “જીવનને વિરાટ બનાવો…..

 1. ખરેખર પોતાને શું બનવું છે / પોતાનું શું લક્ષ છે, તે ધ્યાનમાં ન લેતા આજે આપણે બીજાને કેમ નીચો બતાવવો /કેમ ઉતારી પાડવો તે લક્ષ રાખી / મથામણમાં પોતાનો સમય બરબાદ કરીએ છે, અને જીવનમાં કશુજ પ્રાપ્ત થતું નથી તે નફામાં.

  Like

 2. મારે પગની રજકણ બનવુ છે, જેથી સમાજ ચાલી શકે,
  મને પગથીયા બનવુ છે, જેથી સમાજ મંદિરમાં જઈ શકે,
  મારે ભીખારી બનવુ છે, જેથી સમાજ પુણ્ય ખરીદી શકે,
  મારે ઢોલક બનવુ છે, જેથી સમાજ મને પીટી શકે,
  મારે લાકડુ બનવુ છે, જેથી સમાજ વેતરી શકે,
  મારે વ્રુક્ષ બનવુ છે, જેથી સમાજ છાંયડો પામી શકે,
  મારે ગટર બનવુ છે, જેથી સમાજ ગંદકી વહાવી શકે,
  મારે બળવુ છે,જેથી સમાજ પ્રકાશ પામી શકે,
  મારે બળવુ છે, જેથી સમાજ સુવાસ પામી શકે (અગરબત્તી)
  મારે પેટી બનવુ છે, જેથી સમાજ કચરો નાંખી શકે,
  મારે ઢેડ બનવુ છે, જેથી સમાજ મેલુ ફેંકી શકે,
  મારે સાવરણી બનવુ છે, જેથી સમાજ સાફ થઈ શકે,
  મારે રજકણ બનવુ છે, જેથી સમાજ વિરાટ થઈ શકે……

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s