પગની સંભાળ

                                                                  

                                             આજે જેઠ વદ દસમ

 

આજનો સુવિચારઃ– આપણી સિદ્ધિ, સમદ્ધિ અને પ્રસિદ્ધિ વિષે બીજા શું ધારે છે તેની પરવા કર્યા વગર તેનો ભાર ખંખેરી અહમમાંથી મુક્તિ મેળવી લઈએ.

 

પગની સંભાળ

  

ચોમાસામાં વરસાદને કારણે ભરાતા ખાબોચિયામાં પગ પડતા જ ગંદા પાણીથી એલર્જી થવાનો ભય રહે છે તેથી ચોમાસામાં પગની વધુ કાળજી લેવી જરૂરી છે. જો પગની થોડી કાળજી લેવામાં આવે પગની સુંદરતા વધે છે. જોઈએ તો પગની કાળજી કેવી રીતે લેવી જોઈએ.

પ્રથમ તો જ્યારે બહારથી આવીયે તો પહેલા તો હાથ અને પગ ધોવાની આદત પાડવી જોઈએ.

પગને વ્યાયામની પણ જરૂરત છે તો તે માટે ચાલવુ જરૂરી છે જે પગ માટે ઉત્તમ વ્યાયામ છે.

 દિવસભરનો થાક ઉતારવા ગરમ ઠંડા પાણીનો ઉપયોગ કરો. ‘એપ્સમ સોલ્ટ’ ભેળવેલા ગરમ ઠંડા પાણીમાં ક્ર્મશઃ પગ ડૂબાડવાથી થાક ઉતરી જશે. ‘એપ્સમ સોલ્ટ’ સારું પરિણામ આપે છે.

પગ પર ખંજવાળ આવતી હોય તો પગ પર લીંબુ અને સરકો લગાડો.

જૂતા એવા ખરીદો જે પગમાં પૂરેપૂરા ફીટ બેસે અને પગ પર દબાણ ન આવે તેનું ધ્યાન રહે.

પગની એડી પર નિયમિત મોઈશ્ચરાઈઝર લગાડો જેથી એડીની ત્વચા ફાટે નહી.

પગની એડીની ત્વચા ફાટવી એ બહુ જ સામાન્ય સમસ્યા છે.

ત્વચા રૂક્ષ થઈ જાય છે ત્યારે ત્વચામાં ચીરા પડે છે અને દુઃખાવો થાય છે અને કદીક તેમાંથી લોહી વહેવા માંડે છે અને સતત ખંજવાળ ચાલુ થઈ જાય છે. આના ઘણાં કારણો હોઈ શકે છે.

૧] રૂક્ષ ત્વચા
૨] સ્થૂળ કાયા
૩] નિષ્ક્રિય સ્વેદ ગ્રંથિઓ
૪] દિવસ દરમિયાન લાંબો સમય લાંબો સમય ઊભારહેવુ.
૫] પાછળથી ખુલ્લી ડિઝાઈનવાળા સેંડલ
૬] થાઈરોઈડની તકલિફ
૭] ડાયાબિટીઝ

ઉપચાર

૧] પગને હુંફાળા પાણીમાં બોળી રાખવા. પ્યુમિક સ્ટોનની મદદથી ‘ડેડ સ્કિન’ ઘસીને કાઢી નાખી તેની પર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાડવું. વેસિલિન પણ લગાડી શકાય. ત્યારબાદ પગમાં મોજા પહેરવા.

૨] ગરમ કોપરેલ તેલમાં થોડું વેક્સ ભેળવી ઠંડુ પડે પગની એડી પર લગાડવું.

૩] ગાયનું ઘી પગની એડી પર ઘસી શકાય.

૪] ૩૦ ગ્રામ પેરાફિન વેક્સમાં ૧૦૦ ગ્રામ રાઈનું [મસ્ટાર્ડ] તેલ અને ચપટી હળદર ભેળવી ગરમ કરવું, ઠંડું પડે રાતે તેને પગની એડી પર લગાડવું. સવારે ધોઈ નાખવું. ૧૦ થી ૧૫ દિવસમાં ફાયદો દેખાશે. ૫] નિયમિત પેડિક્યોર અને ફૂટ મસાજ કરાવવુ. એનાથી એડીની ત્વચા મુલાયમ રહેશે.

                                                                                                                                                          — સંકલિત

                                                                                ૐ નમઃ શિવાય

6 comments on “પગની સંભાળ

  1. ખૂબ સરસ

    દી’આઉત કહે છે કે પગરખાંને કારણે પગનો આકાર બદલાય છે તે અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે. તેથી શક્ય એટલો વધારે સમય ઉઘાડા પગે ચાલવું હિતાવહ છે. ખાસ કરીને સ્વસ્થ લોકોએ પગરખાં પહેર્યા વિના ચાલવું જોઈએ. અલબત્ત, તમે જ્યારે જૂતાં પહેર્યા વિના ચાલો ત્યારે જમીન સલામત હોય તે આવશ્યક છે. તેનાથી પગનો આકાર સામાન્ય રહે છે અને પગના સ્નાયુઓ કેળવાય છે. દી’આઉતના મત મુજબ ભારતના લોકોની પગરખા પહેરવાની ટેવ પશ્ચિમના લોકો કરતાં વધારે સારી છે. તેઓ પશ્ચિમના લોકો કરતા ઓછો સમય જૂતાં પહેરે છે. જેેમ કે ભારતીયો ઘરમાં ઉઘાડા પગે ચાલે છે. બાળકો તો મોટાભાગે જૂતાં પહેરતાં જ નથી.
    અભ્યાસમાં એમ પણ જણાઈ આવ્યું હતું કે આખો દિવસ જૂતાં પહેરી રાખનાર લોકોના પગ સાંકડા થઈ જાય છે, પરિણામે પગને વજન ખમવાની, એટલે કે પગ પર આવતા વજનની સમાન વહેંચણી થવાની ક્ષમતા ઘટે છે. આ ઉપરાંત એવા પગરખાં ક્યારેય ન પહેરવાં જોઈએ જેમાં પગનો અંગુઠો સંકડાશ અનુભવે. તેવી જ રીતે પગને વધારે પડતું રક્ષણ આપતાં પગરખાંનો રોજિંદો ઉપયોગ ન કરવો જોેઈએ.

    Like

  2. પિંગબેક: પગની સંભાળ | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.

Leave a comment