માનો યા ન માનો

                                             આજે અષાઢ સુદ છઠ [સાતમનો ક્ષય]

 

આજનો સુવિચારઃ– તમારા માબાપના ચહેરા પર સ્મિત ફરકવું જોઈએ અને તેનું એક કારણ તમે હોવા જોઈએ.

Kailas Darshan from Ashtapad  12 June 2010

 

 માનો યા ન માનો

 
એક સત્ય ઘટના

     અમે ૨૨મી જુન 2010ના દિવસે કૈલાસ માનસરોવરની યાત્રા કરી પાછા ફર્યા.ત્યાર બાદ ઑફિસની દરેક વ્યક્તિને અમે માનસરોવરનું જળ અને અષ્ટ્પદનું જળ આપ્યું. અષ્ટપદનાં જળ વિષે વાત કરુ તો……

      કહેવાય છે કે અષ્ટપદ એ એવી જગ્યા છે કે જ્યાં જૈન ધર્મનાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ આઠ પગલા ભરી પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિર્વાણ પામ્યા હતા. લોકવાયકા મુજબ કૈલાસ એ જ અષ્ટપદ કહેવાય છે. હાલમાં એ જગ્યાએ છ શિખરો મોજુદ છે. આ આઠ પગલા વિષે વિશેષ જાણકારી મેળવીયે તો ….

        જેમ આપણા વેદોમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે તેમ એ અરસામાં આપણા ઋષિ મુનિઓ પાસે પ્રવાસ કરવાના સાધનો હતા. એવી જ રીતે ઋષભદેવે આવી જ રીતે આઠ શિખરો પાર કરી કૈલાસ પહોંચેલા અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા હતા. અહીંથી કૈલાસના સૌથી નજીકથી દર્શન થાય છે. તેથી આ જગ્યા અષ્ટપદને નામે ઓળખાય છે.

    અહીં કૈલાસ પર ૩૬૫ દિવસ અભિષેક થતું જળ વહે છે જે ઉમા છુ નદી નામે ઓળખાય છે. આ જળને આપણે અષ્ટપદના જળ તરીકે ઓળખીયે છીયે. હવે મૂળ વાત પર આવીયે.

         ખેડબ્રહ્માના ભાઈશ્રી દિલિપભાઈ અમારી ઑફિસના ઍમ્પ્લોયર છે અને જૈનધર્મી છે.તેઓ તો આ જળ પામી ખૂબ ખુશ થયા. અચાનક તેમના ૬૧ વર્ષીય મોટાભાઈના મૃત્યુના સમાચાર આવ્યા અને શોકગ્રસ્ત માતા સુમિત્રાબેનને લઈ તેઓ પોતાના ગામે પહોંચ્યા. પોતાના મોટા પુત્રના અચાનક મૃત્યુના આઘાતથી સુમિત્રાબેન અચાનક કોમામાં પહોંચી ગયા. દિલિપભાઈ પણ આ જોઈ આઘાત પામ્યા. આવા બેવડા આઘાતમાંથી કેમ બહાર આવવું અને માને કેમ બહાર લાવવા એની સૂઝ પડતી ન હતી. લોકોએ સલાહ આપી કે હવે તો સુમિત્રામાની પણ અંતિમ ઘડીયો આવી ગઈ છે તો તેમને ગંગાજળ પીવડાવો. લોકોની સલાહ મુજબ દિલિપભાઈએ માતાને ગંગાજળ પીવડાવવાનું ચાલુ કર્યું. પદર દિવસના વ્હાણા વહી ગયા પણ સુમિત્રાબેન હજી પણ કોમાગ્રસ્ત હતા.

       અચાનક દિલિપભાઈને મળેલા માનસરોવર અને અષ્ટપદનું જળ યાદ આવ્યું. સુધીરની આ યાત્રામાં દિલિપભાઈને ખુબ શ્રદ્ધા હતી. સુધીર પણ ખૂબ શ્રદ્ધાથી આ જળ જે માંગે છે તેને આપે છે. દિલિપભાઈએ ખૂબ શ્રદ્ધાપૂર્વક માનસરોવરનું જળ અને અષ્ટપદનું જળ કોમાગ્રસ્ત માતાને પીવડાવવાનું ચાલુ રાખ્યુ. ત્યાં તો અચાનક ચમત્કાર થવા લાગ્યો. સુમિત્રા માનું મુખ ખૂલવા માંડ્યુ અને ધીરે ધીરે એમને આ જળનો સ્વીકાર કરવા માંડ્યો. જેમ જેમ સુમિત્રાબેન જળનો સ્વીકાર કરતા ગયા તેમ તેમ તેઓ કોમામાંથી બહાર આવતા ગયા. દિલિપભાઈનો ખુશીનો પાર ન રહ્યો. ધીરે ધીરે લોકોમાં જાણ થવા લાગી. જેમ જેમ લોકોને જાણ થવા લાગી તેમ તેમ લોકો સુમિત્રાબેનની ખબર અંતર પૂછવા આવવા લાગ્યા અને ડૉક્ટર જેમણે હાથ ધોઈ કાઢ્યા હતા તેઓ સુદ્ધા નવાઈ પામી ગયા કે આ બધું અચાનક કેવી રીતે થયું ?

      હું પોતે પણ આ વાત માની નો’તી શકતી કે આ જળમાં અને આ યાત્રામાં આટલી તાકાત હશે. કદાચ આટલી યાત્રા બાદ અજાણતા સ્વમાં ફેરફાર થયા હોય. પ્રભુ કૃપા જ કહેવાય ને !

      આ એક જ પ્રસંગ નથી બીજા એવા કેટલા કિસ્સા બની ગયા છે જે સાભળવાથી ખરેખર શ્રદ્ધા જાગે તો નવાઈ નહી.

                                                             ૐ નમઃ શિવાય

21 comments on “માનો યા ન માનો

 1. આ જગતમાં શ્રધ્ધાના બળે અનેક વિસ્યમયી બનાવો

  બનતા ઘણાએ અનુભવ્યા છે.શ્વાસની દોરી અને અંતરયામીની

  કરૂણા સાચે જ અનેક મુશ્કેલ રાહને આશાન બનાવે છે.ચાલો

  રટીએ ઓમ નમઃ શીવાય.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. પિંગબેક: માનો યા ન માનો | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.

 3. From:- Meena Jadav
  chamatkar jevu kai nathi hotu e badhi aapni manytao che nahi to duniya ma coma na dardio kailash parvat nu pani pi ne j saja thai jay what rubbish! aaple net no upyog pan kariye chie ne aavi faltu vato ma pan vishvas rakhiye chie? Ganga ne bharat ni sauthi pradushit nadi certified thai che toy aple enu pani piva mate lai aviye chie. a apli andhsharadhdha ni higght che please be precticle yaar!

  Like

 4. gr8888 અતિ ચમ્ત્કારિક જ આ વાત કહેવાય..પણ હકીકત છે દુનિયામાં આવું બને છે કોઇ શક્તિ છે કે જે બધું ચલાવે છે નહી તો રાતનાં જમેલું સવારનાં કેવી રીતે પચી જાય છે..અંદરનાં મશિન બનાવ્યા કોણે અને ચલાવે છે કોણ..આવી તો બહુ બધી વાતો છે..ક્યાંક સાંભળ્યું હતું કે ભગવાને માનવને બુધ્ધિ છેલ્લે આપી પણ જેવી બુધ્ધિ આપી માનવે સવાલ કર્યો શુ પરમેશ્વર જેવું કાંઇ છે..?

  મારા મમ્મી આજથી ૧૦ વર્ષ પહેલા બીમાર પડ્યા..dr. એ કહ્યુ ૭૦ % ગુજરી ગયા જ સમજશો..કોમા મા ચાલ્યા ગયા. બે દિવસ કોમા મા રહ્યા..પાણી પણ નહોતા લેતા..મે નક્કી કરી લીધુ હતુ કે બસ હવે મમ્મી પાછી નહી મળે ક્યારેય..ત્યા એક ભાઇ જે મહારાજ હતા એ મમ્મીને જોવા આવ્યા..મમ્મી જે મંડળ માં જતી હતી ત્યાના ઓળખીતા હતા..અમને કહે કે એક કામ કરો મહા મ્રુત્યુંજય ના જામ શરુ કરો બધાં. જો મૃત્યુ આવવાનું હશે તો જલ્દી આવશે પીડા વગર અને જો નહી આવવાનું હોય તો એ પાછાં સાજા થઇ જાશે..અમે ચાર દીકરીઓ ચાર જમાઇઓ, દીકરઓ વહુ ઘરનાં બધા બાળકો બધાએ વાતો કરવાનું બંધ કરી ને જાપ શરુ કર્યા. અને એ વાતને આજે ૧૦ વર્ષથી પણ વધારે થયા. અને આજે મમ્મી મારા કરતા વધારે દોડી શકે છે..કોઇક શક્તિ તો કામ કરી ગૈ ને..dr. એ તો ના જ પાડી દીધી હતી.. મમ્મી કોમા મા હતા. તો શુ થયુ એવુ..હા આ જાપ નો મહિમા હતો..

  મીના બેન નેટ જગતમાં રહેવાથી એ નથી સાબીત થતુ કે પ્રભુ નથી..જોવાની વાતો છે કે પ્રભુ એ વડીલ ને આજે એકલા રહેવા નથી દીધા. નેટ જગત આપીને બધાને busy કરી દીધા છે..જે કરે છે એ પ્રભુ જ કરે છે..

  નીલા દીદી આવા પ્રસંગો કહેતા રહેશો તો વિશ્વાસ હજી મજબૂત થાય..

  Like

 5. કૈલાસ, અષ્ટ્પદ, માનસરોવર, ત્યાનું જળ અને ઋષભદેવને જ્ઞાન અને શ્રદ્ધા..ખુબ જ પ્રેરક પ્રસંગ પ્રેરણા અગત્યની છે શ્રદ્ધા મહત્વની છે પરમક્રૂપાળુ પરમાત્મા, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે તે કંઈ પણ કરી શકે જેનો વિજ્ઞાન પણ ના પાડે..નીલાબેન આપનો આભાર આવો સત્ય પ્રસંગ આપવા બદલ.

  Like

 6. Neela bahen,

  aaple surya ane chandra ne devta manie chie pan manvi chandra par jai avyo te vat shu sabit kare che aaple devtao na ghare jai avya? aapla ma doglupanu che aaple pahela chopda poojan karta hata have aple computer nu poojan kariye chei aple mansarovar ni yatra e jaiye chie aapne khabar hashe k aava kahevata SHIVLING to darek gufao ma kudarti bane che karan k eni rachna j evi rite thay che. ane jo e garmi ne karne pigli jay to aple kahiye k shiv kopayman thauya che. etle mare toonk ma etlu j kahevu che k aapli andh sharadhdha ne avi rite felaviye nahi ane loko ne tarkik rite vicharvani drishti kelaviye.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s