આંતરિક સૌંદર્ય

                                      આજે અષાઢ વદ એકાદશી

આજનો સુવિચાર:- આપણા હાથની રેખાઓમાં વધુ વિશ્વાસ નહીં રાખતા. જીવન પ્રત્યે ક્યારેય નહીં ઉદાસીનતા રાખતા કારણ નસીબ એમનું પણ છે જેને હાથ નથી હોતા.

પુષ્ટીગોષ્ઠી

આજે અષાઢ વદ એકાદશી છે.

આજનો સાજ –ગીરીરાજલીલાની પિછવાઈ અથવા લાલ/કેસરી પિછવાઈ ધરાવવી.

વસ્ત્રો – ગુલાબી મલમલનો મલકાછ [ઉપર-નીચે એમ દબલ પાટલીવાળો], ગુલાબી તથા મેઘશ્યામ રંગના દોહરા પટકા.

ઠાડું વસ્ત્ર – મેઘશ્યામ [ડાર્ક બ્લુ] રંગનું શ્રૃંગાર – છોટો કમર સુધીનો આછો શ્રૃંગાર, શ્રી મસ્તકે ટીપારો, શિરપેચ, શિશફૂલ, કુંડલમકરાકૃત

આજનો સેવાક્રમ શ્રી ચન્દ્રલતાજીની આડીથી છે.

                                  આંતરિક સૌંદર્ય

       મહર્ષિ અષ્ટાવક્ર એક વખત રાજર્ષિ જનકના દરબારમાં ગયા. તેમના દેહની વક્રતા નિહાળી રાજ્યસભાના વિદ્વાન પંડિતો હસવા લાગ્યા, તેના પ્રત્યુત્તરમાં અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા.

      રાજા જનકે પંડિતોને હસવાનું કારણ પૂછ્યું, તો તેમણે જણાવ્યું કે ‘અમે તો આ ઋષિનાં આઠેય અંગો વક્ર જોઈને હસતા હતા.’ રાજાએ અષ્ટાવક્રને હસવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું’જનક જેવા રાજર્ષિની સભામાં વિદ્વાનોને બદલે ચમારોને જોઈને હું હસવાનું રોકી શક્યો નહીં.’

    ત્યારે રાજા જનકે પૂછ્યું, ‘એ કઈ રીતે ?’ અષ્ટાવક્રે કહું, ‘આ સભાના વિદ્વાનો પાસે આંતર-સૌંદર્ય જોવાની આંખનથી. તેમનું ધ્યાન ફક્ત મારી બહારનું વિરૂપ દેહ પ્રત્યે જ ગયું છે અને કેવળ બહારના ચામડાને જોવાનું કામ ફક્ત ચમારોનું જ હોય છે, નહીં કે વિદ્વાનોનું !’ અષ્ટાવક્રનો આ જવાબ સાંભળી બધા જ પંડિતો શરમિંદા બની ગયા.

                                                                                            — સૌજન્ય – જન્મભૂમિ

 

                                                   ૐ નમઃ શિવાય