ભક્તિ શા માટે?

                                               આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- જેનું ભજન સુંદર તેનું ભોજન નીરસ, જેનું ભોજન સુંદર તેનું ભજન નીરસ હશે.

[મુંબઈના શ્રી દ્વારિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેષભાઈએ આ લેખ આપ્યા બદલ આભાર.]

ભક્તિ શા માટે ?

ભક્તિનો સાદો સીધો અર્થ એટલે કેળવણી-શિક્ષણ-અભ્યાસ થાય છે.

ભક્તિ એટલે

1] જીવન જીવવા માટેની કેળવણી
2] વિચારોના દોડતા બેફામ ઘોડાઓની લગામ
3] જીવનને સંયમી અને સંસ્કારી બનાવવાનું સાધન
4] ભક્તિ એટલે સેવા [પુષ્ટીસંપ્રદાયમાં ભક્તિને સેવા કહેવામાં આવી છે.]
સેવા એટલે ફક્ત મૂર્તિની જ નહિ પરંતુ મનુષ્યસેવા, પશુપંખીની સેવા મોટા ફલક પર અર્થ કરી શકાય છે.
5] જન્મ સાથે જ માણસ ભક્તિને સાથે લઈને જન્મે છે પછી તે સ્વાર્થી ભક્તિ હોય કે પરમાર્થી હોય.
6] જ્ઞાન [જ્ણકારી] મેળવવાનું ઉત્તમ હથિયાર
7] ટેક-પ્રણ-નિયમ

સાદો અને સરળ અર્થ

1] કોઈપણ કાર્ય [ધાર્મિક- સંસારિક કે મોક્ષ માટેની સીડી

ભક્તિથી જ જ્ઞાન મળે છે [જાણકારી] અને જ્ઞાનથી જ ઈચ્છિત ફળ મળે છે. ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.

2] ભક્તિથી એટલે ધ્યાનનું, સિદ્ધી માટેનું શ્રેય પૂર્ણ કરી આપનારો મંત્ર.

ભક્તિ વિના કશું જ હસ્તગત કરી શકાય નહિ. એમાં પારંગત થઈ શકાય નહી. ભક્તિથી જ પંગુતા પામી શકાય અને પંગુતામાંથી મોક્ષ મેળવી શકાય અને પંડિત પણ બની શકાય.

ભક્તિ શેના માટે કરવી છે તે પહેલા પસંદગી કરવી જરૂરી છે. [મોક્ષ માટે, સંસારમાં નામના માટે કે દાઝ કાઢવા] એ ધેય નક્કી કરી એ માટેના માર્ગો પર એક ચિત્ત ધ્યાનસ્થ થવું [પ્રયત્નો કરવા]. 3] ભક્તિ એટલે આદરેલું ધાર્યું કામ પાર પાડવા માટેનું અમોઘ શાસ્ત્ર.

                                                                     અસ્તુ

                                                                                                                                        –શ્રી નિલેષભાઈ મુખ્યાજી

 

                                                                                     ૐ નમઃ શિવાય