રક્ષા બંધન

                    આજે શ્રાવણ સુદ પૂનમ. નાળિયેરી પૂનમ

           

    આજે બ્રાહ્નણો માટે જનોઈ બદલવાનો દિવસ, બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ અને દરિયાઈ માર્ગે વેપારધંધો કરનારા માટે સમુદ્રપૂજનનો દિવસ છે. આમ ત્રણ ઉત્સવોનો આજે સુભગ સમનવય છે.

     પૌરાણિક કથા મુજબ વામનરૂપ ધારણ કરીને દાનવીર ગર્વિષ્ઠ બલિરાજા આદરેલા યજ્ઞમાં હાજર થયેલા ભગવાન વિષ્ણુએ દક્ષિણામાં ત્રણ ડગલાં પૃથ્વી માંગી.  પ્રથમ પગલે સમગ્ર પૃથ્વી માંગી.  દ્વિતીય પગલે સ્વર્ગ અને બાકીનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂકી તેને પાતાળમાં મોકલી દીધો. પ્રભુનાં આ કપટથી દુઃખી થયેલા લક્ષ્મીજીએ બલિરાજાનું રક્ષણ થાય તે માટે તેમના હાથે રાખડી બાંધેલી. આ પ્રસંગને યાદમાં ‘બળેવ’નો તહેવાર ઉજવાય છે. ‘બલિ’ પરથી ‘બળેવ’ શબ્દ પ્રચલિત બન્યો.

     વૈદિક કાળમાં આજથી નવું વર્ષ થતું. સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસનું પર્વ શરૂ થતું હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી, તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે જનોઈ કે યજ્ઞોપવિત બદલે છે.

    દરિયાકાંઠે રહેતા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા આજના દિવસે નાળિયેરી પૂનમનો દિવસ મનાવી દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પોતાના વહાણ પર નાળિયેર વધેરી આજનો પર્વ ઉજવે છે.

                                                                                               — સંકલિત

                                   ૐ નમઃ શિવાય

3 comments on “રક્ષા બંધન

 1. આજના આ મોર્ડન કહો કે ફેસનેબલ વાતાવરણમાં આ તેહવાર માત્ર એક વર્ષોથી ચાલ્યો આવતો તહેવાર થઈ ગયો છે. પણ આજની યુવા પેઢીને કોણ સમજાવે કે માત્ર ધાગો બાંધી લેવાથી કે બહેનને મોંઘીદાટ ભેટ આપી દેવાથી આ તહેવારની માત્ર ઉજવણી જ થાય. પણ જે સાચો ભાવ મળે એતો અંતરના પવિત્ર પ્રેમથી જ મળે. તેમને કોણ સમજાવે કે માત્ર સુપરમેન અને સ્પાઈડરમેનના ચીત્રવાળી રાખડી બાંધી દેવાથી ભાઈની રક્ષા ન થાય તેના માટે અંતરથી નિસ્વાર્થભાવે ભાઈ રક્ષા માટે પ્રભુને પ્રાથના કરવી પડે.

  Like

 2. મોટા ભાગના તહેવાર અને તેની ઉજવણી એક ઔપચારિકતા બની ગઈ છે તેની પાછળ રહેલ હેતુ કે તર્ક ના તો કોઈને જાણવાની ઉત્સુકતા છે ના તૈયારી ! આધુનિક સમયમાં દરેક તહેવારનું વ્યાપારીકરણ કરી વધુ અને વધુ કમાઈ લેવાની યુકતિ-પ્રયુક્તિ પ્રયોજવામાં તમામ કુશળતા ખર્ચી નરી ચાલાકી દ્વારા આજના યુવાનો/યુવતીઓને બહેકાવવામાં આવતા રહે છે. હવે જન્માષ્ટમીને નામે ભગવાન કૃષ્ણનો વેપાર પ્રયોજાશે બાદ નવરાત્રિ માતાજી અને બાદ દીવાળી તહેવારોની મોસમ પૂર બહારમાં ધર્મ અને ઈશ્વરને નામે ખીલશે !

  Like

 3. વૈદિક કાળમાં આજથી નવું વર્ષ થતું. સપ્તર્ષિઓનું અને વૈદિક અભ્યાસનું પર્વ શરૂ થતું હોવાને કારણે આજના શુભ દિવસે બ્રાહ્મણો નદી, તળાવો કે સમુદ્ર કે સરોવરના કિનારે જનોઈ કે યજ્ઞોપવિત બદલે છે.

  દરિયાકાંઠે રહેતા ગુજરાતી ખારવા, ખલાસી, લુહાણા પ્રજા આજના દિવસે નાળિયેરી પૂનમનો દિવસ મનાવી દરિયાલાલને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પોતાના વહાણ પર નાળિયેર વધેરી આજનો પર્વ ઉજવે છે…..
  nice to learn about this

  મન દર્પણ….રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s