વનમાં વાગી વસંતની વાંસળી રે

                  આજે શ્રાવણ વદ પાંચમ [નાગપંચમી]

આજનો સુવિચારઃ– પ્રયત્ન દેવની જેમ છે જ્યારે ભાગ્ય દાનવની જેમ, એવામાં પ્રયત્ન દેવની ઉપાસના જ શ્રેષ્ઠ કામ છે. — સમર્થ ગુરુ રામદાસ

 

કવિશ્રી:- અવિનાશ વ્યાસ

વનમાં વાગી વસંતની વાંસળી રે
મનમાં જાગી મળવાની આશ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

સુના સુના કાલિંદડીના કાંઠડા રે
કુંજમાં મુંગા કોયલને મોર
કેડીઓ વનની ઝૂરે વિયોગમાં રે
ઝૂરે ગોપી ને ગાયોનાં વૃંદ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં
— વનમાં

પ્રેમનાં કાચે તે તાંતણે બાંધીયા રે
તોડતાં હૈયું તુટે સત ખંડે
રોતી રાધાની લુછવા આંખડી રે
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં
— વનમાં


                                              ૐ નમઃ શિવાય