બાણગંગા

                                           આજે ભાદરવા વદ છઠ્ઠ [ષષ્ઠીનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- જે થવું જોઈએ અને જે થઈ રહ્યું છે એ બેમાં તફાવત દેખાય એટલે એ સમસ્યા કહેવાય. — બી.એન. દસ્તુર

 

                                                                               બાણગંગા

 

બાણગંગા નામના બે સ્થળે તળાવ આવેલા છે. એક તો વૈષ્ણોદેવી જતા તેની તળેટીમાં આવેલું તળાવ છે અને બીજું મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલું મીઠાપાણીનું તળાવ છે. આજે આ મુંબઈમાં આવેલા આ બાણગંગા વિષે જાણકારી મેળવીશું.

પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધના દિવસો એટલે પિતૃને યાદ કરી તેમને તર્પણ કરવાના દિવસો. મુંબઈગરાઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વાલકેશ્વર વિસ્તારમાં સ્થિત બાણગંગા તળાવનો કિનારો યાદ કરે છે.

પૌરાણિક કથા મુજબ સીતામાતાની શોધમાં નીકળેલા શ્રીરામ અને લક્ષમણ આ વિસ્તારમાં આવેલા હતાં. આ પ્રવાસ દરમિયાન શ્રીરામને તરસ લાગી. એમની તરસ છિપાવવા લક્ષમણે જમીનમાં તીર માર્યું અને ત્યાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા. આમ બાણને કારણે અવતરેલાં ગંગાજીને કારણે આ સ્થળ બાણગંગાને નામે ઓળખાવા લાગ્યું.
લોકવાયકા મુજબ પરશુરામે આ સ્થળે બાણ માર્યું અને પાતાળમાંથી ગંગાજી પ્રગટ થયા અને તેને કારણે આ તળાવ પાતાળગંગાને નામે પણ ઓળખાય છે. અહીં પરશુરામજીનું મંદિર આવેલું છે. દેશભરમાં પરશુરામજીનાં મંદિર ખૂબ જૂજ છે. રામજી આ સ્થળે આવ્યા હતા તેના પુરાવા રૂપે અહીં વાલકેશ્વર મદિર આવેલું છે. સીતાજીના અપહરણ થયા બાદ ગૌતમ મુનિએ રામજીને શિવપૂજાની સલાહ આપી હતી. આથી આ સ્થળે પહોંચી શ્રીરામજીએ સમુદ્રની રેતીનું શિવલિંગ બનાવી તેનું પૂજન કર્યું હતું. સંસ્કૃતમાં રેતીને વાળુ કહેવાય છે અને વાળુમાંથી બનેલા ઈશ્વર એટલે વાલકેશ્વર. આથી આ સ્થળ વાલકેશ્વરના નામે ઓળખાતું થયું.

ઈ.સ. 1127ની સાલમાં આં તળાવની ચારે બાજુ પગથિયા બાંધવામાં આવ્યા. તે વખતે થાણેમાં સિલહારા વંશના રાજાઓનું શાસન હતું. તેમના દરબારમાંના એક દરબારી લક્ષ્મણ પ્રભુએ આ તળાવ બનાવ્યું હતું. એ પછી ઈ.સ.1715ની સાલમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમાજના રામા કામતે બાણગંગા અને વાલકેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

બાણગંગામાં શ્રીકાશી મઠ તથા શ્રીકૈવલ્ય મઠ છે. બાણગંગાને કાંઠે ગૌડ સારસ્વત બ્રાહ્મણોના અદ્વૈત ગુરુઓની સમાધિઓ છે. બાણગંગાના પ્રવેશ નજીક બે દીપસ્તંભો છે., જેનાપર વર્ષો પૂર્વે સાંજે દીવા મૂકવામાં આવતા. બાણગંગા તળાવની આસપાસ અનેક મંદિરો છે, જેમાં વેંકટેશ્વર બાલાજી મંદિર પેશ્વાકાળમાં બન્યું હતું, તો ઈ.સ. 1825માં બનેલું રામેશ્વર મંદિર અનન્ય છે.

સમુદ્રકિનારાની સાવ નજીક હોવા છતાં બાણગંગામાં બારેમાસ તાજું મીઠું પાણી હોય છે. પિતૃપક્ષ દરમિયાન બાણગંગાનું મહત્વ વધી જાય છે. અમાસને દિવસે મોટા પ્રમાણમાં અહીં લોકો સર્વપિતૃ તર્પણ કરે છે. બીજા દિવસે ટ્રકો ભરીને આ બધી વસ્તુઓ તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં ગરબાનું વિસર્જન કરવામં આવે છે. અધિક મહિના દરમિયાન અહીં સ્નાનનો મહિમા છે. અહીં દર વર્ષે મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેંટ કૉર્પોરેશન [એમટીડીસી] દ્વારા જાન્યુઆરી મહિનામાં બાણગંગા ફેસ્ટિવલ યોજાય છે. જેમાં દેશના ટોચના શાસ્ત્રીય ગાયકો તથા વાદકો એમની કળા દાખવે છે.

                                                                                                                                                    –સંકલિત

–સૌજન્ય – જન્મભૂમિ

 

                                                                     ૐ નમઃ શિવાય

One comment on “બાણગંગા

  1. બાણગંગામાં શ્રીકાશી મઠ તથા શ્રીકૈવલ્ય મઠ છે. બાણગંગાને કાંઠે ગૌડ સારસ્વત બ્રાહ્મણોના અદ્વૈત ગુરુઓની સમાધિઓ છે. બાણગંગાના પ્રવેશ નજીક બે દીપસ્તંભો છે., જેનાપર વર્ષો પૂર્વે સાંજે દીવા મૂકવામાં આવતા. બાણગંગા તળાવની આસપાસ અનેક મંદિરો છે, જેમાં વેંકટેશ્વર બાલાજી મંદિર પેશ્વાકાળમાં બન્યું હતું, તો ઈ.સ. 1825માં બનેલું રામેશ્વર મંદિર અનન્ય છે.
    ….Thanks for sharing બાણગંગા, very informative.

    Ramesh Patel(Aakashdeep)

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s