આજે આસો સુદ છઠ્ઠ [આજે કાત્યાયની પૂજન]
આજનો સુવિચાર:- મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી જ ધર્મની શરૂઆત થઈ.
શક્તિપીઠ
કેવી રીતે બની શક્તિપીઠ?
દક્ષ પ્રજાપતિએ કનખલ[હરિદ્વાર]માં ‘બૃહસ્પતિ સર્વ’ નામનો યજ્ઞ કરાવ્યો, પરંતુ તેમાં તેમણે પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રિત ન કર્યા જેથી નિરાશ થઈને તેમની પુત્રી સતીએ યજ્ઞ-કૂંડમાં કૂદી પોતની આહુતિ આપી. ભગવાન શંકરને આ વાતની જાણ થતાં ક્રોધને કારણે તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું. ભગવાને યજ્ઞકુંડમાંથી સતીના પાર્થિવ દેહને ખભે ઊંચકીને આમતેમ ભટકવા લાગ્યા. જ્યાં જ્યાં સતીના શબનાં વિભિન્ન અંગ અને આભુષણો પડ્યાં ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયુ.
ઉત્તરપ્રદેશની શક્તિપીઠ:-
લલિતા-પ્રયાગ
ઉત્તરપ્રદેશના અલાહાબાદ શહેર [પ્રયાગ]ના સંગમ પર માતાના હાથની આંગળી પડી હતી. આ શક્તિપીઠને લલિતા તથા ભૈરવને ભવ કહે છે.
વિશાલાક્ષી-કાશી
ઉત્તરપ્રદેશના કાશીના મણિકર્ણિકા ઘાટ પર માતાના કાનનાં મણિજડિત કુંડળ પડ્યા હતાં. આ શક્તિપીઠને વિશાલાક્ષી મણિકર્ણિકા તથા ભૈરવને કાળભૈરવ કહે છે.
ઉમા-વૃંદાવન
મથુરા નજીક વૃંદાવનમાં ભૂતેશ્વર સ્થાન પર માતાના ગુચ્છ અને ચુડામણિ પડ્યાં હતાં. આ શક્તિઅ છે ઉમા અને ભૈરવને ભૂતેશ કહે છે.
શિવાની-રામગિરિ
ઉત્તર પ્રદેશના ઝાંસી-માણેકપ્ર્રર રેલ્વેસ્ટેશને ચિત્રકૂટ નજીક રામગિરિ સ્થાને માતાનું જમણું વક્ષ પડ્યું હતું. આ શક્તિને શિવાની તથા ભૈરવને ચંડ કહે છે.
ઉમા [મહાદેવી]-મિથિલા
ભારત-નેપાળની સરહદ જનકપુર સ્ટેશન નજીક મિથિલા ગામમાં માતાનો ડાબો સ્કંધ પડ્યો હતો. તેની શક્તિ ઉમા છે અને ભૈરવને મહોદર કહે છે.
નેપાળની શક્તિપીઠ
મહામાયા-કાઠમંડુ
નેપાળના પશુપતિ મંદિર નજીક ગુજરેશ્વરી મંદિર આવેલું છે, જ્યાં માતાનાં બન્ને ઘૂંટણ પડ્યા હતાં. આ શક્તિપીઠને મહશિરા [મહામાયા] તથા ભૈરવને કપાલી કહે છે.
ગંડકી-પોખરા
નેપાળની ગંડકી નદીના કિનારે પોખરા નામના સ્થાન પર મુક્તિનાથ છે જ્યાં માતાનું મસ્તક પડ્યું હતું. આની શક્તિ ચંડી અને ભૈરવ ચક્રપાણી છે.
દાક્ષાયણી–માનસરોવર
તિબેટ સ્થિત કૈલાસ-માનસરોવરના માનસા નજીક એક પાષાણ [શિલા] પર માતાનો જમણો હાથ પડ્યો હતો. આની શક્તિ દાક્ષાયણી અને ભૈરવ અમર છે.
સૌજન્ય:- જન્મભૂમિ
[ક્રમશ]