દશેરા

                       આજે આસો સુદ એકાદશી    

                

આજનો સુવિચાર:-કશામાં તણાઈ ન જવું એ પ્રગતિની નિશાની છે.

દશેરા એટલે વીરતાનો વૈભવ શૌર્યનો શૃંગાર, ભક્તિ શક્તિ મિલન

દશેરાનો દિવસ એટલે લાચાર અને ભોગ વૃત્તિ સંહારવા કટિબદ્ધ થવાનો દિવસ. દશેરાનો દિવસ એટલે ધન વૈભવને વ્હેંચીને ભોગવવાનો દિવસ

       હાલના સમયમાં રામ અને રાવણ દરેકના ખોળિયામાં રહેલા છે. માનવ મનમાં આ રામ-રાવણ વચ્ચે સતત મનોદ્વદ ચાલતું જ રહે છે.અને તેમાં મહદ અંશે રાવણ વિજેતા બનતો રહે છે. જેમાં દુરોગામી પરિણામો રૂપે આગળ જતાં નકારાત્મક અભિગમ – હતાશા-નિરાશાથી મન દશે દિશામાં ઘેરાઈ જાય છે અને આતમરામ [આત્મા કે મન અંદરનું રામ તત્વ] હતાશ-નિરાશ બેસી રહેવામાં સમયની માંગ સમજી બેસે છે.

          …..ત્યારે દશેરાના શુભ અવસરે આપણા જ મન પર રાજ કરતો રાવણતત્વનું બળ ક્ષીણ થાય અને રામ તત્વ પ્રભાવિત બને તેની પ્રચંડ હકારાત્મક અસરોથી આપણા સૌના મનોમસ્તિક વ્યક્તિ-ઉજાસમય બને અને મન વચન કર્મ હકારાત્મક અભિગમથી સમગ્ર વ્યક્તિત્વને માનવ-માનવને દૈદિત્યમાન-ઓજસ્વી-યશસ્વી બનાવે એજ દશેરાની શુભ કામના

— નિલેશભાઈ મુખ્યાજી [મુંબઈનું દ્વારિકાધીશનું મંદિર ]

ૐ નમઃ શિવાય