થાક

                               આજે આસો સુદ તેરસ

 
આજનો સુવિચાર:-વિટંબણા એ પણ ઈશ્વરે મોકલેલી જ માનવી?

                                    થાક

         આપણે ઘણીવાર થાકી જઈએ છીએ…થાક લાગે છે. પછી તે શારિરીક-માનસિક, કૌટુંબિક, સામાજિક…. કે બીજો કોઈપણ ….. મોટાભાગે તેની દવા ઊંઘ કે કે સમય હોય છે. એક સરસ મજાની ઊંઘ થઈ જાય કે અન્ય કોઈ થાક માટે એક નાનો કે મોટો સમય અંતરાલ પસાર થઈ જાય એટલે થાક ઉતરી જાય કે હળવો થાય……. ….. પણ જીવતરનો આ આખા આયખાનો થાક લાગે તેનું શું? એના માટે ય શું એક દિવસ સુઈ જવાનું ? કાયમ માટે શાં..તિ..થી ! હા શાં..તિ..થી.. સામાન્ય થાકમાં એક શાંત નિંદ્રા અને પછી ઊઠો તો એકદમ સ્વસ્થ… આનંદમય….

         પણ આ શાંતીભરી નિંદ્રા ચિરનિંદ્રા માટે કદાચ… જેમ અમુક કલાકની શાંત નિંદ્રા માટે જે માનસિક તૈયારી સાથે ઊંઘવું પડે તેમ જીવનભરના થાકને દૂર કરવા ઘણી બધી  વિશિષ્ટ વિશેષ શાંતી સાથે સુઈ જવું પડે છે. હા.. એના માટે કદાચ જીવનભરની તૈયારી કરવી પડતી હશે !

         નથી થઈ, નથી કરી શક્યા તો.. જાગ્યા ત્યારથી સવાર ગણીને મંડી પડીએ. જેથી એક શાં….ત…સ્વસ્થ… ઊંઘ પછીની નવી સવાર…, આવનાર નવું જીવન સ્વસ્થ…..પ્રફુલ્લિત… આનંદમય તરોતાજા હોય….

જોકે એની પણ ખાતરી કેટલી….? ઘડિયાળ કે અન્ય યંત્રોમાં અનેક ચક્રો…દાંતાઓ હોય છે ને ચક્રો સતત …સતત ફર્યા કરે છે. કુંભારના ચાકડાની જેમ. એવો જ આ બ્રહ્માંડ ચાકડો નિયત ગતિથી તેની સાથેનાં અસંખ્ય ગ્રહો. એમાંની પૃથ્વી અને એનાં અસંખ્ય નાના મોટા ચક્રોમાંનો એક સુક્ષ્મ દાંતો એટલે હું….. નિયત.. ગતિ… નિયત ગતિ… નિયતી મુજબ ફરતા જ રહેવાનું… ફરતા જ રહેવાનું અંતહિન .. તો પછી મારા હાથમાં કઈ બાબત રહી…..?

વિચારવા બેસીએ તો રાતોની રાતો… દિવસો..વર્ષો.. જીવન આખું આ અંતહિન ચક્રોની ભરમારમાંથી…. વિચારોને બુદ્ધિને ગોટાળે ચઢાવ્યા કરે.. નાહક શુન્ય બની જવાય…..શંકરાચાર્યજીનું પુનરપિ જનનમ….જ સાથે લાગે.

છતાં પણ હાર્યા…થાક્યા… વગર જ પેલી ચીર શાંતી…નિંદ્રાની તૈયારી તો અત્યાથી જ શરૂ કરવી પડશે ને…?

એ ચીરનિંદ્રા ક્યારે મળે ખબર નથી….પણ તૈયારી તો આરંભી જ દઈએ…..[ અને હા… હું જીવન પ્રત્યે જરાયે નકારાત્મક નથી જ ]


નીલેશભાઈ મુખ્યાજી [મુંબઈના દ્વારિકાધીશ મંદિરના મુખ્યાજી]

 

                                   ૐ નમઃ શિવાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s